________________
૧૮
ઉપદેશમાળા છે, માટે ત્યાં જઈ રત્નકંબલ લાવી, આની સાથે વિષયસુખ સેવીને મનઈચ્છિત પરિપૂર્ણ કરું.” આ પ્રમાણે વિચારી વર્ષાકાલમાં મેઘની પુષ્કળ વૃષ્ટિ થતી હતી છતાં નેપાલ દેશ પ્રતિ પ્રયાણ કર્યું. ઘણા જીનું ઉપમન કરતો અને અનેક કષ્ટો સહન કરતો કેટલેક દિવસે તે નેપાળ દેશે પહોંચ્યા, અને આશિર્વાદ પૂર્વક રાજાની પાસે રત્નકંબલ માગ્યું. રાજાએ તે આપ્યું. તે લઈને પાછા ફરતાં માર્ગમાં ચરોએ લૂંટી લીધું, તેથી તેણે ફરીવાર નેપાળ જઈ રાજાને અરજ કરી એટલે તેને ફરીથી રત્નકંબલ આપવામાં આવ્યું. તે રત્નકંબલને વાંસમાં નાખી ગુપ્ત રીતે લાવતાં ચારની પાળના પોપટે ચોરોને તે જણાવવાથી તેઓને તેને ઘેરી લીધો અને કહ્યું કે “એક લાખની કિંમતનું રત્નકંબલ તારી પાસે છે તે બતાવ.” તેણે કહ્યું કે-મારી પાસે કંઈ નથી.” ચોરોએ કહ્યું કે-“અમારો આ પિપટ બેટું બોલે નહિ માટે સત્ય બોલ, અમે તે લઈશું નહિ. તેથી તેણે સત્ય કહેવાથી ભિક્ષુક જાણીને તેને જવા દીધા. અનુક્રમે તે પાડલીપુર આવ્યો અને રત્નકંબલ ઉપકેશાને આપ્યું. તેણે તેના વડે પોતાના પગ લુંછીને તેને દૂર અપવિત્ર સ્થાનમાં ફેંકી દીધું. ત્યારે સાધુએ કહ્યું કે “અરે નિર્ભાગિણી! એ તે શું કર્યું? આ રત્નકંબલ અતિ દુર્લભ છે.” તે સાંભળી વેશ્યાએ કહ્યું કે “તારાથી વળી બીજે કે નિભંગીમાં શિરામણ છે? મેં તે આ લક્ષ્ય મૂળનું રત્નકંબલ અપવિત્ર જગ્યામાં નાખી દીધું છે, પણ તે તે અમૂલ્ય એવા જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રય કે જે અનંત ભવમાં પણ પામવા દુર્લભ તે નટ વીટ પુરુષને ઘૂંકવાના પાત્ર જેવા અને અપવિત્ર મળમૂત્રથી ભરેલા એવા મારા દેહમાં ફેંકી દીધા છે, માટે વગર વિચાર્યું કરનાર એવા તને ધિકકાર છે ! આ મનુષ્યભવ દુર્લભ છે, તેમાં પણ ઉત્તમ કુળ દુર્લભ છે; તેમાં ધર્મનું શ્રવણ દુર્લભ છે, તેમાં શ્રદ્ધા રૂપ તત્ત્વ દુર્લભ છે, અને તેમાં પણ સાધુધર્માચરણ તે અતિ દુર્લભ છે. તે છતાં મુક્તિને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org