________________
૧૯૦
ઉપદેશમાળા ગ્રહણ કરી ચૌદપૂર્વધારી થયા. તેથી બીજા ચાર ભાઈઓ બાહુ, સુબાહુ, પીઠ અને મહાપીઠ પણ દીક્ષા લઈ અગ્યાર અંગને ધારણ કરનારા થયા. તેમાં બાહુ મુનિ પાંચસે સાધુને આહાર લાવીને આપતા હતા, સુબાહુ મુનિ તેટલા જ સાધુઓની વૈયાવચ્ચે કરતા હતા, અને પીઠ મહાપીઠ મુનિ અધ્યયન કરતા હતા. એક દિવસે ગુરુએ બાહુ અને સુબાહુ મુનિની પ્રશંસા કરી. તે સાંભળીને પીઠ અને મહાપીઠને ઈર્ષ્યા ઉત્પન્ન થઈ, તેઓ વિચારવા લાગ્યા કે “અહે ! ગુરુનું અવિવેકીપણું તો જુઓ તેઓ હજુ રાજસ્વભાવ તજતા નથી. પોતાની વૈયાવચ્ચ કરનાર અને અન્ન પાણી લાવી આપનારને વખાણે છે. આપણે બંને જણા દરરોજ અધ્યયન ને તપ કરીએ છીએ પરંતુ ગુરુ આપણે પ્રશંસા કરતા નથી.” એ પ્રમાણે ઈર્ષોથી ચારિત્ર પાળતા છેવટે પાંચે સાધુઓ કાળ કરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી વજાનાભને જીવ શ્રીષભદેવ થયા, બાહુ સુબાહુના જી કષભદેવના પુત્ર ભરત અને બાહુબલિ થયા અને પાડે મહાપીઠના જીવો ઇર્ષા કરવાવડે સ્ત્રીવેદે બાંધેલ હેવાથી ઋષભદેવની પુત્રીએ બ્રાહ્મી અને સુંદરી થયા.
એ પ્રમાણે જેઓ ગુણપ્રશંસામાં ઈર્ષ્યા કરે છે તેઓ પીઠ અને મહાપીઠની પેઠે હીન પણાને પામે છે; તેટલા માટે વિવેકીઓએ કદિ પણ ગુણ પ્રત્યે મત્સર ધારણ કરવું નહિ.
પર પરિવાયં મિએહઈ, અમયાવરલૂણે સયા રમાઈ ડઝઈય પરસિરીએ, સકસાઓ ખિઓ નિર્ચ છે ૬૯ છે
અર્થ “જે પારડ અપવાદને ગ્રહણ કરે છે,– લે છે, આઠ મદને વિસ્તારવામાં સદા રમે છે–મદમાં આસક્ત રહે છે અને ગાથા ૬૮–અષ્ટમ વિસ્તારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org