________________
૧૬
ઉપદેશમાળા રહિત છીએ, એ પ્રમાણે ત્રણવાર કહ્યા છતાં પણ તેણે તેમનું વચન અંગીકૃત કર્યું નહિ. પછી આયુ પૂર્ણ થયે કષાય અ૫ હોવાથી તેમ જ અત્યંત કષ્ટ કરેલું હોવાથી તેના પ્રભાવવડે તે કાળ કરીને ઈશાન દેવલેકમાં ઈન્દ્રપણે ઉત્પન્ન થયા, અને તરત જ સમતિ પ્રાપ્ત કર્યું. માટે જ્ઞાનપૂર્વક તપ કરવું એ જ મેક્ષ આપનારું છે. તેથી થોડું પણ તપ દયા અને જ્ઞાનયુક્ત કરવું; પણ તાલિ પેઠે અજ્ઞાન ને હિંસાયુક્ત કરવું નહિ.
છજજીવકાયવહગા, હિંસકસથાઈ ઉવઈસંતિ પુણે સુબહુપિં તવકિલેસ, બાલતવસ્સી અપફલો મારા
અર્થ–“છ છવકાયના વધ કરવાવાળા અને વળી હિંસક શાસ્ત્રોને ઉપદેશ કરે છે એવા બાળ તપસ્વીઓને અતિ પ્રચુર એ તપશ્લેષ પણ અલ્પ ફળવાળા થાય છે. તેથી હિંસાના ત્યાગ વડે જ તપ મહાફળને આપે છે એમ સમજવું.” ૮૨.
અહીં છ છવકાય તે પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને બેઈન્દ્રિયાદિ ત્રસ જીવે સમજવા. બાબતપસ્વી તે અજ્ઞાન કષ્ટ કરનારા તાપસાદિ જાણવા. પરિયચ્છતિ સä, જહફિયં અવિતહં અસંદ્ધિ તે જિણવયવિહિનૂ , સહતિ બહુઅસ બહુઆઈ ટયા
અર્થ “(જે સાધુ હોય છે તે) યથાસ્થિત, સત્ય અને સંદેહ વિનાનું જીવાજીવાદિ સર્વ પદાર્થોનું સ્વરૂપ જાણે છે તેથી તેવા જિનવચનની વિધિના જાણવાવાળા સાધુએ ઘણું જનેનાં ઘણું દુર્વચનાદિ સહન કરે છે.” ૮૩. તેથી તેમનું તપ મોટા ફળને અર્થ થાય છે.
ગાથા ૮૩-પરિયતિય. બહૂએસ. બહુઆએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org