________________
ઉપદેશમાળા આપવાથી તે અનંતગણું થાય છે.” વળી સંગમે જે દાન આપ્યું તે અતિ દુષ્કર છે કારણ કેદાણું દરિદસ પહુરસ ખંતી, ઈચ્છાનિરોહય સુઈયસ્સ તારુણુએ ઇંદિયનિગ્નહોય, ચત્તારિ એયાઈ સુદુક્કરાઈ
દરિદ્રી છતાં દાન આપવું, સામર્થ્ય છતાં ક્ષમા રાખવી, સુખનો ઉદય છતાં ઇરછાનો રોધ કરવો અને તરુણાવસ્થામાં ઈદ્રિયોને નિગ્રહ કરવો-આ ચાર વાનાં અતિ દુષ્કર છે.”
- સાધુના ગયા પછી સંગમની માં આવી. તેણે થાળી ખાલી જોઈને બાકી રહેલી ક્ષીર પીરસી. પછી તે વિચાર કરવા લાગી કે “આટલી બધી ભૂખવાળો મારો પુત્ર દરરોજ ભૂખ્યો જ રહેતો જણાય છે, તેથી મારા જીવિતને ધિક્કાર છે!” એ પ્રમાણેની સ્નેહદષ્ટિના દેષથી (પુત્રને દષ્ટિ લાગવાથી) તે જ રાત્રિએ શુભ ધ્યાનથી મૃત્યુ પામીને સંગમને જીવ તે જ શહેરમાં ગોભદ્ર નામના શેઠને ઘેર તેની સ્ત્રી ભદ્રાની કુક્ષિમાં પરિપૂર્ણ પાકેલી શાલિ (ડાંગર) થી ભરપૂર ક્ષેત્રના સ્વપ્નથી સૂચિત પુત્રપણે ઉત્પન્ન થયે.
પિતાએ તેનું નામ શાળિકુમાર પાડયું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં તેને બત્રીશ કન્યાઓ એક લગ્ન પરણાવી. ત્યારપછી ગોભદ્ર શેઠ ચારિત્ર ગ્રહણ કરી પ્રાંતે અનશન આદરી સૌધર્મ દેવલોકમાં દેવતા થયા પછી અવધિજ્ઞાનથી પિતાના પુત્રને જોઈને અતિ સ્નેહાતુર બની ત્યાં આવી તેને દર્શન દીધું અને ભદ્રાને કહ્યું કે શાળિભદ્રને સર્વ પ્રકારની ભેગસામગ્રી હું પૂરી પાડીશ.” એટલું કહીને તે ગયે. પછી ભદ્રને જીવ દેવતા તેમને મનવાંછિત પૂરવા લાગ્યો. દરરોજ ૩૨ સ્ત્રીઓ અને શાલિભદ્રને માટે ૩૩ પેટી વસ્ત્રોની, ૩૩ પેટી આભૂષણોની અને ૩૩ પેટી ભેજનાદિ પદાર્થોની કુલ ૯૯ પેટી મેકલવા લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org