________________
૨૧૨
ઉપદેશમાળા યુક્ત વિષ્ટા કરવા લાગ્યા તે જોઈ અભયકુમારે રાજાને કહ્યું કે “આ કેઈ દેવને પ્રભાવ જણાય છે, નહિ તે આ રાજપુત્રની માગણી કેવી રીતે કરી શકે? માટે તેની પરીક્ષા કરવી જોઈએ. જે કાર્ય મનુષ્ય કરી શકે નહિ તે કાર્ય જે તે કરે તે જરૂર તેમાં દેવને પ્રભાવ ખરે.” આ પ્રમાણે વિચાર કરી તેણે ચાંડાલને કહ્યું કે “જે આ રાજગૃહ નગરની આસપાસ ના સેનાને દિલે કરી આપે, વૈભાર પર્વત ઉપર સેતુબંધ (સડક) બાંધે, ગંગા, યમુના, સરસ્વતી ને ક્ષીરસાગર–એ ચારેને અહીં લાવે અને તેમના પાણીથી તારા પુત્રને નવરાવે તે શ્રેણિક રાજા પોતાની પુત્રી તેને આપે.” દેવપ્રભાવથી અભયકુમારના કહેવા પ્રમાણે સર્વ એક રાત્રિમાં થયું. પછી તે જળવડે ચાંડાલપુત્રને નવરાવી, પવિત્ર કરીને રાજપુત્રી પરણાવી. એટલે પેલા વણિકોએ પણ પિતાની પુત્રીઓ પરણાવી. એ પ્રમાણે તેણે નવ સ્ત્રીઓની સાથે પાણિગ્રહણ કર્યું. એટલે દેવે આવીને કહ્યું કે “હવે દિક્ષા લે.” ત્યારે મેતાયે કહ્યું કે “હું હમણું જ પરણેલો છું, તેથી બાર વર્ષ સુધી આ સ્ત્રીઓની સાથે વિષયસુખ ભોગવીને પછી ચારિત્ર ગ્રહણ કરીશ.” દેવે પણ તે કબુલ કર્યું. બાર વર્ષ ગયા પછી ફરીથી દેવ આવ્યા. ત્યારે સ્ત્રીઓએ હાથ જોડી ફરીથી બાર વર્ષ માગ્યાં. વિનયથી જિત થયેલા દેવે ફરીથી વાર વર્ષ આપ્યાં. એ પ્રમાણે ચોવીશ વર્ષ સાંસારિક સુખ ભેગવી ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે વ્રત ગ્રહણ કરી નવ પૂર્વનું અધ્યયન કરી જિનકપીપણું અંગીકાર કરીને એકલ વિહારી થયા.
વિહાર કરતાં કરતાં એક દિવસ માસક્ષપણને પારણે રાજગૃહ નગરમાં ભિક્ષાને માટે ભમતાં એક સેનીને ઘેર જઈને ધર્મલાભ આપ્યો. ત્યારે તે તેની શ્રેણિક રાજાની આજ્ઞાથી જિનભક્તિને અર્થ ઘડેલા એક આઠ સેનાના જવ બહાર મૂકીને ઘરમાં ગયે. તે સમયે કેઈ એક કૌંચ પક્ષી ત્યાં આવીને તે સર્વ જવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org