________________
૨૧૧
ઉપદેશમાળા આ. શેઠાણીએ પુત્ર જન્મનો મહત્સવ કરાવ્યું, અને મેતાર્ય એવું તે છોકરાનું નામ પાડયું. અનુક્રમે તે સેળ વર્ષને થયે. તે અવસરે મિત્રદેવ (રાજપુત્રને જીવ) પૂર્વને સંકેત હોવાથી તેની પાસે આવીને તેને બંધ કરવા લાગ્યા. પણ તે પ્રતિબંધ પામે નહિ. અન્યદા તેના પિતાએ આઠ વણિકપુત્રીઓની સાથે તેને વિવાહ કર્યો. તેના લગ્નવખતે મિત્રદેવે આવી ચાંડાલ સ્ત્રીના શરીરમાં પ્રવેશ કર્યો તેથી તે લોકોને કહેવા લાગી કે-આ મારો પુત્ર છે. તમે તેને પોતાની પુત્રીઓ શા માટે આપે છે? એને વિવાહ તે હું કરીશ.” એ પ્રમાણે કહી બળાકારે તે પુત્રને પોતાને ઘેર લઈ ગઈ પછી દેવે ત્યાં આવીને મેતાર્યને કહ્યું કે “મેં મારું કહેવું કેમ કર્યું નહિ? જોયું. તારો કે તિરસ્કાર કરાવ્યું? માટે હજુ મારા કહેવા પ્રમાણે ચાલ અને ચારિત્રગ્રહણ કર.” મેતાયે કહ્યું કે “હું” દીક્ષા કેવી રીતે ગ્રહણ કરું? તમે મને ચાંડાળ ઠરાવીને લોકોની અંદર હલકે પાડ્યો, તેથી જો તમે મને પાછે મોટો બનાવે. શેઠ મને પુત્ર તરીકે સ્થાપે અને શ્રેણિક રાજા પિતાની પુત્રી મને આપે તે હું ચારિત્ર લઉં.” દેવે તે પ્રમાણે સઘળું કરવાનું કબૂલ કર્યું. પછી દેવે અશુચિને બદલે રત્નોની લિડીએ કરતે એક બકરે તેને ઘેર બાં, અને ચાંડાલને પ્રેરણું કરી તેથી તેણે રનથી ભરેલો એક એક થાલ લઈ જઈને ત્રણ દિવસ સુધી શ્રેણીક રાજાને ભેટ કર્યો. ત્યારે અભયકુમારે પૂછયું કે–એટલાં બધાં ને તારી પાસે ક્યાંથી? તેણે કહ્યું કે મારે ઘેર તો બકરો રનોની લીડીઓ કરે છે.” ફરીથી અભયકુમારે કહ્યું કે “તું અમને આ રને શા માટે ભેટ કરે છે?” ચાંડાલે કહ્યું કે “રાજા મારા પુત્રને પોતાની પુત્રી પરણાવે માટે હું ભેટ કરું છું.” રાજાએ કહ્યું કે “એ કેમ બને?” અભયકુમારે કહ્યું કે
એક વખત તું બકરાને અહીં લઈ આવ, પછી યથાયોગ્ય કરશું.” તેણે બકરે લાવીને રાજાએ ઘેર બાંધ્યું, એટલે ત્યાં તે તે દુધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org