________________
૨૦૩
ઉપદેશમાળા અર્થ–“દુષ્કર અને સાંભળતાં પણ રામકં૫ કરુંવાડાં ઉભાં થાય એવું અવંતિ સુકુમાળ મહર્ષિનું ચરિત્ર છે; જે મહાત્માએ પોતાના આત્માને પણ એવા પ્રકારે તજિત કર્યો કે જેમનું ચરિત્ર સંપૂર્ણ આશ્ચર્યકારક થયું.” ૮૮. અહીં અવંતિસુકુમાલને સંબંધ જાણવો. ૨૪.
અવંતિસુકમાળ કથા.
અવંતી દેશમાં ઉજયિની નગરીમાં ભદ્રા નામની એક શેઠની સ્ત્રી હતી. તેને નલિની ગુલમ વિમાનથી ચ્યવને આવેલ અવંતિસુકમાલ નામે પુત્ર થયા. તે બત્રીશ સ્ત્રીઓની સાથે વિષયસુખને અનુભવ કરતો હતો. એક દિવસ પોતાના ઘરની નજીક રહેલા સુસ્થિત આચાર્યના મુખથી રાત્રિની પહેલી પોરીમાં નલિની ગુલમ વિમાન અધ્યયન સાંભળી જાતિસ્મરણજ્ઞાન થવાથી પૂર્વભવનું સ્વરૂપ જાણું, ત્યાં (નલિની ગુલમ વિમાનમાં) જવાને ઉસુક થયેલે અવંતિસુકુમાલ ગુરુ પાસે જઈ વિનયપૂર્વક પૂછવા લાગે કે- આપે નલિની ગુલ વિમાનનું સ્વરૂપ કેવી રીતે જોયું ?” ગુરુએ કહ્યું કે “સિદ્ધાંત રૂપી નેત્રથી જોયું છે.” પછી અવંતિસમારેલે પૂછ્યું કે તે કેવી રીતે પ્રાપ્ત થાય?” ત્યારે ગુએ કહ્યું કે “ચારિત્ર પાળવાથી. કારણ કે ચારિત્ર આલોક અને પરલોકમાં અનેક પ્રકારનું સુખ આપે છે.” કહ્યું છે કે – ને દુષ્કર્મ પ્રયાસે ન કુયુવતિસુતસ્વામિદુવાક્ય:ખમ રાજાદો ન પ્રણામેશનવસનધનસ્થાનચિંતા ન ચેવ છે જ્ઞાનાતિર્લોક પૂજા પ્રામપરિણતિ: પ્રેત્યનાકાધવાપ્તિ ચારિત્રે શીવદાયકે સુમતયસ્તત્ર યત્ન કરુધ્ધમ્ | * આ ચોથું પદ ભૂલવાલું જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org