________________
ઉપદેશમાળા
૨૦૧ “જેમ ખુહી નામનું ઝાડ બહુ નાનું હોય છે છતાં મહાત કહેવાય છે, અને અગ્નિ જરા જેટલો હોય છતાં પણ તે બૃહદ્ ભાનુ (મોટામાં મેટે સૂર્ય) કહેવાય છે, તેવી જ રીતે અમે સારભૂત તેજ વગરના છતાં પણ નરદેવ કહેવાઈએ છીએ.”
શાલિભદ્ર પણ પોતાને ઘેર આવેલા શ્રેણિક રાજાને પોતાના સ્વામી જાણીને વિચાર્યું કે આ મારી પરાધીન લક્ષમીને ધિક્કાર છે!” એ પ્રમાણે વૈરાગ્યપરાયણ બની દરરોજ એકેક સ્ત્રીને તજવા લાગે. તે હકીકત સાંભળીને ધન્ય નામના તેના બનેવીએ આવીને એક સાથે સર્વસ્ત્રીઓને ત્યાગ કરી દીક્ષા લેવાની તેને પ્રેરણા કરી. આ પ્રમાણેની પ્રેરણાથી ઉત્સાહિત બની શ્રી મહાવીર સ્વામીની પાસે જઈ ચારિત્ર ગ્રહણ કરી દુષ્કર તપ તપી બાર વર્ષ પર્યત દીક્ષા પર્યાય પાળી પ્રાંતે એક માસની સંલેખના કરી સર્વાર્થસિદ્ધિ વિમાનમાં તેત્રીશ સાગરોપમ આયુષ્યવાળા અહમિન્દ્ર દેવ પણે ઉત્પન્ન થયા.
આ મુનિને ધન્ય છે કે જેમણે સઘળું અનુત્તર (સર્વથી ઉત્તમ) પ્રાપ્ત કર્યું. બનુત્તર દાનમનુત્તર તપ, હ્યુનુત્તર માનમનુત્તર યશઃ વીશાલિભદ્રસ્ય ગુણ અનુત્તરા, અનુત્તર ધર્યમનુત્તરં પદમ્
“તેનાં (શાલિભદ્રનાં) દાન, તપ, માન, યશ, ગુણે, હૈયે અને પદ—એ સર્વ અનુત્તર (જેનાથી અન્ય શ્રેષ્ઠ નથી એવાં) છે”
આ પ્રમાણે જ્ઞાન સહિત તપ કરવામાં આવે તે મેટું ફલ પ્રાપ્ત થાય છે.
૧ જેને સ્વામી તરીકે ઈન્દ્ર હેતા નથી તેઓ પોતે જ પોતાના વિમાનના સ્વામી હોવાથી અહનિંદ્ર કહેવાય છે. ૨ પદ તે સ્થાન–અનુરવિમાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org