________________
- ઉપદેશમાળા
૧૭પ બન, ગણિકા નિર્ધન પુરુષો અને સેવક લેકે રાજ્યભ્રષ્ટ થયેલાં રાજાને ત્યાગ કરે છે. માટે સર્વ સ્વાર્થને વશ થઈને રમ્યા કરે છે. બાકી વાસ્તવિક રીતે કઈ કઈને પ્રિય નથી.” “જ્યારે મારા પિતા રાજ્યનાં અનેક કાર્યો કર્યા છતાં પ્રાંતે કુમૃત્યુથી મરણ પામ્યા તે મને આ રાજ્યમુદ્રાથી શું સુખ મળશે. માટે આ અનર્થના કારણભૂત રાજ્યમુદ્રાને ધારણ કરવી તેને ધિક્કાર છે ! અને આ વિષયસુખને પણ ધિક્કાર છે ! કે જેથી તેને વશ થયેલા એવા મને પિતાના મરણની પણ ખબર પડી નહિ.” એ પ્રમાણે વિચાર કરી, વૈરાગ્યપરાયણ થઈ, પંચમુષ્ટિ લેચ કરી, શાસનદેવીએ આપેલા સાધુવેષને ધારણ કરી, રાજાની સભામાં આવીને તેણે ધર્મલાભ આપ્યો. આ જોઈ સકલ સભા આશ્ચર્ય પામી. નંદ રાજાએ પૂછયું કે-“આ શું કર્યું?”. સ્થૂલિભદ્રે કહ્યું કે મેં સારી રીતે વિચાર્યું અને પછી કરવા યોગ્ય લાગ્યું તે કર્યું.' એમ કહી શ્રી સંભૂતિવિજય આચાર્ય પાસે જઈ વિધિપૂર્વક ચારિત્ર ગ્રહણ કર્યું.
આ હકીક્ત સાંભળી કેશા અતિ દુઃખિત થઈ આંખમાં અશ્રુ લાવી વિરહાતુર પણે વિવિધ પ્રકારના વિલાપ કરવા લાગી કે-“હે ચતુર ચાણાક્ય! તમે રાજમુદ્રા તજીને ભિક્ષા મુદ્રા શામાટે અંગીકાર કરી? હે પ્રાણનાથ ! મારા તમારા વિના કેને આધાર છે? હવે હું શું કરું? કેવી રીતે જીવું?’ એવી રીતે અનેક પ્રકારનાં વિરહવા બેલવા લાગી.
અહીં સ્થલિભદ્રને ઘણા દિવસો વ્યતીત થતાં ચાતુર્માસ ઉપર એક સાધુએ ગુરુ પાસે આવીને કહ્યું કે- સિંહગુફા પાસે ચાતુર્માસ કરવા ઈચ્છું છું. એ પ્રમાણે આજ્ઞા માગી એટલે બીજા મુનિએ કહ્યું કે-“હું સપના બીલ પાસે ચાતુર્માસ કરવા ઈચ્છું છું.” ત્રીજા મુનિએ કહ્યું કે-“હું કુવાની અંતરાળે રહેલ લાકડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org