________________
૧૪૦
ઉપદેશમાળા
કુમાર હતા. તે કુમારને ‘પુર’દરયશા ’નામની બેન હતી તેને કુંભકારકટક નગરના સ્વામી ‘દંડક' રાજાની સાથે પરણાવી હતી. તે દંડક રાજાને ‘ પાલક' નામના પુરેાહિત હતા. એક દિવસ દંડક રાજાએ કાઈ કાને માટે પાલકને પોતાના સાસરા જીતશત્રુ રાજા પાસે મેલ્યા . તે વખતે જીતશત્રુ રાજાની સભામાં જઈ ને પાલકે વાર્તાના પ્રસ`ગમાં ધર્મ ચર્ચા ચલાવી તેમાં તે પેાતાના નાસ્તિક મત સ્થાપન કરવા લાગ્યા. તે વખતે પાસે બેઠેલા જૈનધર્મના તત્ત્વાના જાણુ સ્કંદક કુમારે જૈનધર્મીમાં કહેલી યુક્તિએથી તે પાલકને નિરુત્તર કરી દીધેા એટલે તે માનભ્રષ્ટ થયેા. તેથી તે ક્રોધથી ઘણા પ્રજવલિત થઈ ગયા પરંતુ ત્યાં કાંઈ કરી શકશો નહિ. પછી પાતાનું કાય કરીને તે કુંભકારકટક નગરે પાછે આશૈ.
એક દિવસ મુનિસુવ્રતસ્વામી પ્રભુ વિહાર કરતાં શ્રાવસ્તી નગરીએ પધાર્યા. સ્કંદક કુમાર વાંઢવાને માટે આવ્યા, પ્રભુએ દેશના દીધી. તે સાંભળી સ્કંદક કુમારે પાંચસેા રાજપુત્ર સહિત દીક્ષા લીધી. અનુક્રમે તે ઉગ્રવિહારી થયા. તેમણે સકળ સિદ્ધાંતના સાર ગ્રહણ કરેલા હૈાવાથી ગુરુએ તેને પાંચસે સાધુએના આચાય બનાવ્યા.
એક દિવસ મુનિસુવ્રતસ્વામીની પાસે આવીને સ્કંદક કુમારે કહ્યું કે—‘- હે ભગવન્ ! આપની આજ્ઞા હાય તે મારી મેન પુર દરયશાને અને મારા બનેવી દંડક રાજા વગેરેને પ્રતિમાધ પમાડવાને માટે હું કું ભકારકટક નગરે જાઉં. ત્યારે ભગવાને કહ્યું કે− હૈ સ્કંદાચાય ! તમને ત્યાં પ્રાણાતિક (પ્રાણની હાનિ થાય તેવા) ઉપસગ થશે. ' ક'દાચાર્ય' પૂછ્યુ કે હ* આરાધક' થઈશ કે નહિ ?’ પ્રભુએ કહ્યું કે ‘તમારા સિવાય સર્વ આરાધક થશે.’ તે સાંભળીને કદકાચાર્યે કહ્યુ` કે− હે સ્વામી ! જે મારી સહાયથી ખીજા મુનિએ આરાધક થશે તા મને સઘળુ' મળ્યું' એમ હું માનીશ.’ એ પ્રમાણે કહી સ્વામીને વાંદીને પાંચસે સાધુની સાથે
.
૧ મેાક્ષમાર્ગની આરાધના કરી શકે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org