________________
.૧૭૦
ઉપદેશમાળા
દેવાએ આવીને સમવસરણ કર્યું. નેમિનાથ ભગવાને દેશના આપી. સભાજના પાતપેાતાના સ્થાને જતાં ભલિપુરમાં રહેનારા છ ભાઈ સાધુએ ભગવાનની આજ્ઞા લઈ છઠ્ઠને પારણે ખબેના સંઘાડે ત્રણ ભાગે નગરીમાં ભિક્ષા અર્થે નીકળ્યા. તેમાંના પહેલા એ મુનિ ફરતાં ફરતાં દેવકીના મદિરે આવ્યા. તેમને જોઈને મનમાં અતિ હરખાતી દેવકીએ લાડુવડે પ્રતિલાલ્યા. તેના ગયા પછી બીજા એ મુનિ પણ ત્યાંજ આવ્યા. તેમનું પણુ દેવકીએ ભાવ પૂર્વક માઇક વહેારાવી સન્માન કર્યુ. તેઓના ગયા પછી દૈવયેાગે ત્રીજા એ મુનિ પણ આવ્યા. સરખી આકૃતિવાળા અને અતિ ઉલ્લ્લાસ ઉત્પન્ન કરનારા તેમને જોઈ ને દેવકી વિચાર કરવા લાગ્યા કે આ પ્રમાણે એકને એક ઠેકાણે ત્રીજીવાર આહાર માટે આવવુ' શુદ્ધ સાધુઓને ઘટતુ' નથી, તેથી આનું શું કારણ હશે? ? એ પ્રમાણે વિચાર કરી તેમને પૂછ્યું કે—“ હે મહાનુભાવ! આ દ્વારકા નગરી બહુ વિશાલ છે, તેમાં શ્રાવકા પણ ઘણા છે; તે છતાં વારેવારે અહીં આવવાનુ` શુ` પ્રત્યેાજન છે? શું આ નગરીમાં આહાર મળતા નથી? અથવા શુ' સાધુએ વધારે છે ? કે ભૂલથી આવવુ' થયુ છે ? ” એ પ્રમાણે દેવકીએ પૂછવાથી તે સાધુ મેલ્યા કે હું સુશ્રાવિકા! અમે છ ભાઈ એ છીએ. ને પારણે પ્રથક્ પ્રથક્ વહારવા નીકળતાં જુદા જુદા તમારે ઘેર આવેલા છીએ. અમે એક સરખી આકૃતિવાળા હોવાથી તમને સશય ઉત્પન્ન થયેલા છે. ’તે સાંભળી દેવકીએ વિચાર કર્યાં કે છએ મુનિ સરખી આકૃતિવાળા છે અને કૃષ્ણ જેવા દેખાય છે. મને પણ એએને જોવાથી પુત્રદશન તુલ્ય આનંદ થાય છે. પૂર્વે પણ ‘અતિમુક્ત ’મુનિએ મને કહ્યું હતું કે તને આઠ પુત્ર થશે. ’ તેથી આ મારા પુત્ર! તા નહિ હોય ?” એવા સદેહ તેને થયા. બીજે દિવસે તે નેમીશ્વર ભગવાન પાસે ગઈ અને વાંઢીને પૂછવા લાગી કે‘ હે સ્વામિન્ ! ગઈ કાલે છ સાધુઓના દર્શીનથી
આ
6
,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org