________________
૧૬૮
ઉપદેશમાળા મોટા ભાઈએ પછી વસુદેવ નામે નાના ભાઈ તરીકે જન્મ્યો. તેણે પાછલા ભવમાં નિદાન કરેલું હોવાથી તે અતિ સૌંદર્યવાન, સુભગ અને લોકપ્રિય થયે. તે નિશ્ચિતપણે નગરમાં સ્વેચ્છાએ કરે છે. તેનું રૂપ જોઈ મોહ પામેલી નગરવાસી સ્ત્રીઓ ઘરકામ છેડી તેની પાછળ ભમ્યા કરે છે. લાજવાળી કુલવાન સ્ત્રીઓ પણ પિતાને ધર્મ તજી દે છે. આ પ્રમાણે સ્ત્રીઓનું વ્યાકુળપણું જાણ આકુલ થયેલા નગરવાસી લોકોએ સમુદ્રવિજય પાસે આવી અરજ કરી કે “સ્વામિન્ ! આ વસુદેવને ઘરની અંદર જ રાખવા જોઈએ. કારણ કે તેના રૂપથી મોહિત થયેલી પીરસ્ત્રીઓએ કુલાચાર આદિને પણ ત્યાગ કરેલ છે. તેને લીધે કુલાંગનાના આચારની હાનિ થાય છે, અને આ અનાચારને નહિ અટકાવવાથી તમારે પણ દેષ ગણાય છે.” એ પ્રમાણે સાંભળીને સમુદ્રવિજયે વસુદેવને યોગ્ય રીતે શિખામણ આપીને મહેલની અંદર રાખ્યા. તે ત્યાં કલાભ્યાસ કરવા લાગ્યા.
એક દિવસે ઉનાળાની ઋતુમાં શીવાદેવીએ ગશીર્ષ ચંદન ઘસી સેનાનું કાળું ભરી દાસીના હાથે પિતાના પતિ સમુદ્રવિજયને મોકલ્યું. માર્ગમાં વસુદેવે બળાત્કારથી લઈ તેનું પોતાના શરીર ઉપર વિલેપન કર્યું. તેથી દાસીએ કહ્યું કે-અટચાળા છે તેથી જ આવા ગુપ્તિસ્થાનમાં રાખવામાં આવ્યા છે. પછી તે સંબંધી બધે વ્યતિકર સાંભળીને પાછલી રાતે એકાકી નગરની બહાર નીકળી કેઈ સ્થાનેથી એક મૃતક લઈ આવી દરવાજા પાસે તેને બાળીને પછી લખ્યું કે-“વસુદેવ અત્ર બળી મુએ છે, તેથી હવે નગરના સર્વ લોકેએ સુખેથી રહેવું.” આ પ્રમાણે લખીને તે નગરમાંથી નીકળી ગયા. પ્રાતઃકાલે સમુદ્રવિજયે તે વાત સાંભળીને અતિ શેક કર્યો અને વિચારવા લાગ્યા કે-“અરે ! આ માનીએ દુષ્કુલને ઉચિત શું કર્યું? પણ હવે શું કરીએ? ભાવી ૧ બંદીખાનામાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org