________________
૧૪૮
ઉપદેશમાળા
યદૂર યદૂરારાધ્ય, યત્પુરૈરપિદુર્લભમ્। તત્સવ" તપસા સાધ્યું, તા હિં દુરતિક્રમમ્ ॥
“ જે દૂર છે, જે દુઃખથી આરાધી શકાય તેવું છે, જે દેવાને પણ દુલ ભ છે તે સવ તપથી મેળવી શકાય છે. માટે તપનું કોઈ અતિક્રમ કરી શકે-તેનાથી વધી શકે તેમ નથી.”
એ વખતે વાણુારસી નગરીના રાજાની પુત્રી ‘ સુભદ્રા ' નામની રાજકન્યા ઘણી દાસીએથી પરિવૃત્ત થઈ પૂજાની સામગ્રી લઈને યક્ષરાજને પૂજવાને માટે આવી, યક્ષમ`દિરની પ્રદક્ષિણા કરતાં તે રાજકન્યાએ મલમલન દેહવાળા મુનિને જોયા. એટલે • અરે ! નિંદ્યદેહવાળા પ્રેત જેવા આ કાણુ છે?' એ પ્રમાણે કહી તેણે થુથુકાર કર્યાં. તે તપસ્વી મુનિની મેાટી આશાતના કરી. એવુ' રાજકન્યાનુ` ચેષ્ટિત જોઈ ને કુપિત થયેલા તિ દુક યક્ષે વિચાયુ કે-‘અરે! આ રાજકન્યા દુષ્કર્મ કરનારી છે, કારણ કે સુર અને અસુરે જેના ચરણુની પૂજા કરી છે એવા આ મુનિની તે અવજ્ઞા કરે છે; તેથી આ પૂજય મુનિની કરેલી અવજ્ઞાનુ` કુલ આ રાજકન્યાને ખતાવુ’.’ એ પ્રમાણે વિચાર કરીને તેણે તેના શરીરમાં પ્રવેશ કર્યાં. એટલે તેના પ્રવેશથી નાના પ્રકારના બકવાદ કરતી, હાર વિગેરેને તાડતી અને વસ્ત્ર વિગેરેની શુદ્ધિ નહિ જાણતી એવી રાજકન્યાને ત્યાંથી સેવકે તેના માપિતા પાસે લાવ્યા. પુત્રી સ્નેહથી માહિત થયેલા રાજાએ તેની ઘણી ચિકિત્સા કરાવી. અનેક ત્રિકા અને વૈદ્યોને ખેલાવ્યા, પરંતુ કંઈ ફેર પડ્યો નહિ; તેથી વૈદ્યો ખિન્ન થયા. પછી યક્ષે પ્રત્યક્ષ થઈ ને કહ્યું કે-‘ હે રાજન ! પોતાના રૂપથી વિત થયેલી આ તારી પુત્રીએ મારા પૂજ્ય મુનિના ઉપહાસ કરેલા છે, તેથી જો તે જ મુનિની તે સ્ત્રી થાય તેા જ હુ' તેને મુક્ત કરું, ખીજે કાઈ ઉપાય નથી.' તે સાંભળી રાજાએ વિચાર કર્યા કે— આ પ્રમાણે થવાથી મારા પ્રાણુથી પણ વધારે વહાલી એવી આ કન્યાને હું જીવતી તા જોઈશ; માટે આ કન્યા મુનિરાજને અપણુ કરવી. ’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org