________________
ઉપદેશમાળા
૧૬૧ “છેદન, ભેદન, વ્યસન તે કષ્ટ, આયાસ તે પ્રયાસ, કલેશ, ભય અને વિવાદ તે કલહ, મરણ, ધર્મભ્રંશ અને અરતિ આ સર્વ (અર્થથી) દ્રવ્યથી પ્રાપ્ત થાય છે. એ કારણ માટે અર્થ અનર્થોનું મૂળ છે. ૫૦.
કાન વિગેરે કપાવા તે છેદન, તરવાર વિગેરેથી ભેદાવું તે અથવા સ્વજનાદિક સાથે ચિત્તમાં ભેદ પડે તે ભેદન, વ્યસન તે અનેક પ્રકારની આપત્તિ, આયાસ તે વ્યાપાર્જન માટે પિતાથી કરાતે શરીરને કલેશ, ભય તે ત્રાસ તે પરિગ્રહથી જ ઉત્પન્ન થાય છે, દ્રવ્યને જ ભય હોય છે, વિવાદ તે પરસ્પર કલહ દ્રવ્યના કારણથી ઉત્પન્ન થાય છે, મરણ તે પ્રાણત્યાગ, ધર્મભ્રંશ તે-જ્ઞાન ચારિત્રરૂપ ધર્મથી પતિત થવું અથવા સદાચારને લેપ થે તે અને અરતિ તે ચિત્તોદ્વેગ, આ સર્વ દ્રવ્યના કારણથી જ ઉત્પન્ન થાય છે. માટે દ્રવ્ય સર્વથા ત્યાજ્ય છે. દોસસયમૂલ જાલં, પુરિસિવિવજિજયં જઈ વંત છે અર્થો હસિ અણä, કીસ અણુä તવં ચરસિ છે પ૧
“હે મુનિ ! જે સેંકડો દેનું મૂળ કારણ, મસ્યબંધનભૂત જાળની જેવું કર્મબંધનું હેતુભૂત હોવાથી જાળ, પૂર્વ મુનિઓએ વિશેષ પ્રકારે વજેલુ, દીક્ષા ગ્રહણ કરતી વખતે વમેલું-તાજેલું અને નરકપાતાદિ અનર્થનું કારણ હોવાથી અનર્થરૂપ એવું અર્થ જે દ્રવ્ય તેને વહન કરે છે, રાખે છે તે પછી શામાટે ફગટ તપ વિગેરે કષ્ટ કરે છે ?” પ૧ અર્થાત્ જે દ્રવ્ય પાસે રાખે છે તે પછી તપાનુષ્ઠાનાદિ નિષ્ફળ છે; માટે સાધુને તો પરિગ્રહને સર્વથા ત્યાગ એ જ શ્રેષ્ઠ છે. અહીં પૂર્વ મુનિ મહારાજાઓએ એટલે વાસ્વામ્યાદિકે વર્જેલું તજે કહ્યું એટલા ઉપરથી આધુનિક સમયના કર્મકાળાદિ દોષથી અર્થનું વહન કરવામાં તપુર ગાથા ૫૧-વાત ત્યાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org