________________
૧૬૪
ઉપદમાળા કર્મણે હિ પ્રધાનત્વ, કિં કુર્વતિ શુભ ગ્રહો ! વસિષ્ટદત્તલપ, રામ: પ્રવ્રજિતે વને છે
કમનું જ પ્રધાનત્વ છે, તેમાં શુભ ગ્રહો પણ શું કરે? રામને ગાદીએ બેસવાને માટે વિશિષ્ટ મુનિએ મુહૂર્ત આપેલું હતું છતાં પણ તે મુહૂરે તેને બનમાં જવું પડયું.”
- આ પ્રમાણે વિચારી દુઃખગર્ભિત વૈરાગ્યવડે તે મામાના ઘરમાંથી નીકળી ફરતે ફરતે રનપુર નગરે ગયે ત્યાં ઉપવનના કેઈ એક ભાગમાં વરહિત થઈ ક્રિડા કરતું કામરસથી ઉન્મત્ત થયેલું. પરસ્પર ગાઢ આલિંગનથી જોડાયેલું સ્ત્રી પુરુષનું જે જોઈ નદિષેણ મનમાં બહુ જ ખિન્ન થયા અને આત્મહત્યા કરવા માટે વનમાં ગયા. ત્યાં તેને સુસ્થિત નામના મુનિ મળ્યા. મુનિએ કહ્યું કેહે મુગ્ધ ! આવા અજ્ઞાન મૃત્યુથી તને શું લાભ થવાને છે ? પૂવે અનંતીવાર વિષયાદિકના સેવનથી કંઈ પણ પ્રકારની સિદ્ધિ થઈ નથી, માટે કાંઈક ધર્મકાર્ય કર કે જેથી કાર્યસિદ્ધિ થાય. આ સર્પની ફણ જેવા ભયંકર અને પરિણામે અતિ કટુ એવા વિષયસુખથી શું લાભ છે? વળી, રોગને ભંડાર એવું આ શરીર પણ અનિત્ય છે.” કહ્યું છે કે – પણકોડી અડસી, લખા નવનવધ સહસ પંચસયા ! ચુલસી અહિઆ નિરએ, અપઈઠ્ઠાણુમિ વાહિઓ છે
“સાતમી નરકના અપ્રતિષ્ઠાન નામના નરકાવાસમાં પાંચ ક્રોડ અડસઠ લાખ નવાણું હજાર પાંચશે ને ચોરાશી વ્યાધિઓ છે.”
૧ આ પ્રમાણેના વ્યાધિ સત્તાગત સર્વ શરીરમાં રહેલા હોય છે. ફકત સાતમી નરકના નારકીને વિપાકોદયે વર્તે છે અને અન્ય જીવોને વિપાકમાં વર્તતા નથી, પરંતુ મનુષ્યશરીરના સાડાત્રણ ક્રોડ મરાય કહેવાય છે તેની સાથે સંબંધ કરતાં એકેક રોમરાયે પિણાબબે વ્યાધિઓ ગણી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org