________________
ઉપદેશમાળા
૧પ તેથી આ અનિત્ય દેહવડે સારભૂત એવા ધર્મને અગીકાર કર. કારણ કે આ મનુષ્યભવ અત્યંત દુર્લભ છે અને તે ધર્મ વિના વ્યર્થ છે. કહ્યું છે કે
સંસારે માનુષ્ય સાર, માનુષ્ય ચ કૌલિન્યમ્ કૌલિજે ધર્મિત્વ, ધર્મિત્વે ચાપિ સદયત્વમ્ |
સંસારમાં મનુષ્ય જન્મ સારરૂપ છે, મનુષ્યજન્મમાં કુલિનપણું સારરૂપ છે, કુલિનપણમાં ધર્મ પાળવો એ સારરૂપ છે અને ધર્મ પાળવામાં પણ દયાયુક્ત થવું એ સારભૂત છે. ”
આ પ્રમાણેની ગુરુમહારાજની અમૃત તુલ્ય દેશના સાંભળીને વિષયતાપથી નિવૃત્ત થઈ તેણે ગુરુ પાસે દીક્ષા લીધી, અને ઉગ્રવિહારીપણે ગુરુની સેવા કરતાં વિચારવા લાગ્યા. તેઓ છઠ્ઠ છઠ્ઠને અંતે પારણું કરવા લાગ્યા અને અત્યંત વૈરાગ્યથી મનને પૂર્ણ કરી “દરરોજ મારે પાંચશે સાધુઓની વૈયાવચ્ચ કરવી” એ નિયમ ગ્રહણ કર્યો. સાધુની વૈયાવચ્ચનું મોટું પુણ્ય કહ્યું છે કે –
વેયાવચ્ચે નિયયં, કરેહ ઉત્તમગુણે ધરંતાણું સવં કિર પડિવાઈ વેયાવચ્ચે અપડિવાઈ
ઉત્તમ ગુણ ધારણ કરનારાઓની વૈયાવચ્ચ નિરંતર કર. કારણ કે સર્વ ગુણ પ્રતિપાતિ છે અને વિયાવચ્ચ ગુણ અપ્રતિપાતી છે.”
- આ પ્રમાણે વિચારીને નદિષેણ મુનિ ગામમાં આહાર પાણી વહોરી લાવી પછી પોતે સાધુઓને અર્પણ કરીને પારણું કરે છે. આ કારણથી સંઘની અંદર તેની ઘણી પ્રશંસા થઈ એક દિવસ સૌધર્મ ઈંદ્ર નંદિષેણના નિયમની પ્રશંસા કરી તેને નહિ સઈહતા બે દે નદિષણના નિયમની પરીક્ષા કરવાને માટે રતનપુરે આવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org