________________
ઉપદેશમાળા
૧૪૯
કહી જતા પાસે પાન પાળા તેથી, નિ.
એ પ્રમાણે વિચાર કરી પરિજનો સાથે સુભદ્રાને તે મુનિ પાસે મોકલી. તે કન્યાએ પણ પોતાના પિતાની આજ્ઞાથી યક્ષમદિરમાં જઈ મુનિને વાંદીને કહ્યું કે-“હે મહર્ષિ! આપના હાથવડે મારે હાથ ગ્રહણ કરો. હું સ્વયંવરા થઈને આપની પાસે આવેલી છું.” મુનિએ કહ્યું કે-“હે ભદ્ર! મુનિએ વિષયસંગથી રહિત હોય છે. માટે આ વાત સાથે મારે કોઈ પણ પ્રયોજન નથી.” મુનિએ આ પ્રમાણે કહ્યાા છતાં કુતૂહલમાં પ્રીતિવાળા હિંદુક ચક્ષે મુનિ શરીરમાં દાખલ થઈ તે કન્યાનું પાણિગ્રહણ કર્યું અને તેને વિટંબણા કરીને છોડી દીધી. તે બધું સ્વપ્ન જેવું જોઈને નિસ્તેજ થઈ પિતા પાસે આવી, અને સ્વપ્ન જેવું સઘળું રાત્રિનું સ્વરૂપ કહી બતાવ્યું, તે સમયે રુદ્રદેવ પુરોહિતે કહ્યું કે-“હે સ્વામિન્ ! આ કન્યા ઋષિપત્ની થયેલી છે અને અમારા શાસ્ત્રમાં કહ્યું છે કે “તજાયેલી કષિપતની બ્રાહ્મણને આપવી” આ વેદને અર્થ છે, માટે આ કન્યા બ્રાહ્મણને અર્પણ કરવી જોઈએ. એ પ્રમાણે સાંભળીને રાજાએ તે રુદ્રદેવ પુરોહિતને જ તે કન્યા અર્પણ કરી.
એકવાર રુદ્રદેવ પુરોહિતે યજ્ઞ કરતાં સુભદ્રાને યજ્ઞપત્ની કરી. યજ્ઞમંડપમાં ઘણું બ્રાહ્મણે આવેલા હતા. યજ્ઞકર્મમાં કુશલ યાજ્ઞિક યજ્ઞ કરવા લાગ્યા હતા અને તેઓને યેાગ્ય પુષ્કળ ભોજન વિગેરે તૈયાર કર્યું હતું. તે સમયે માસ ખમણના પારણે હરિકેશિબલ મુનિ યજ્ઞમંડપમાં દાખલ થયા. તેમને સન્મુખ આવતાં જોઈને બ્રાહ્મણોએ કહ્યું કે “અરે આ પ્રેત જેવ, મલથી મલિન દેહવાળો અને નિંદ્ય વેષ ધારણ કરવાવાળા કેણુ યજ્ઞમંડપને મલિન કરવાને આવેલું છે?” તે વખતે મુનિએ આવીને ભિક્ષા માટે બ્રાહ્મણે પાસે યાચના કરી. તે સાંભળીને અનાર્ય બ્રાહ્મણે કહ્યું કે– “અરે ! દૈત્યરૂપ ! યજ્ઞમંડપમાં તૈયાર કરેલું અન્ન બ્રાહ્મણને દેવા યોગ્ય છે, શૂદ્ર કરતાં પણ અધમ એવા તને એ અન્ન કેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org