________________
છે,
જેમાં
તવતાં સતી
ઉપદેશમાળા
૧૪૭ ફળને ભેગવતાં તું શા માટે બીજા ઉપર ગુસ્સે થાય છે?”
વળી આ જીવ પોતાના ગુણથી જ સુખી થાય છે. સુખ અને દુઃખનું મૂળ કારણ પિતાને આત્મા જ છે, માટે નિર્વિષપણું જ વધારે સારું છે. વિષયરૂપ વિષવાળા પુરુષો મરણ પામે છે, તેથી જે વિષયરૂપ વિષથી રહિત છે તેઓને ધન્ય છે. એ પ્રમાણે જેનાં હદયચક્ષુ વિકસ્વર થયાં છે એવા હરિકેશીને અનાદિ ભવપ્રપંચને ચિતવતાં ભવતાપને હરનાર જાતિસ્મરણ શાન ઉત્પન્ન થયું. તેણે સમ્યફ પ્રકારે પૂર્વ ભવનું સ્વરૂપ જોયું.
અરે ! મેં પૂર્વે સોમદેવના ભવમાં ચારિત્ર પાળ્યું છે, પરંતુ જાતિમદ કરવાને લીધે મેં તેને સદોષ કરેલું છે. અહો ! વિશુદ્ધ એ આ ચારિત્ર ઘમ નિર્વિષપણે આરાચો સતે અવશ્ય કવર્ગોદિ સુખને આપે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કેતએ સંથાનિવિઠ્ઠો વિ, મુણિવરો ભઠ્ઠરાગમયમહ ! જે પાવઈ મુત્તિસુહ, કરો નં ચક્કવટ્ટીવિ છે
જેના રાગ મદ ને મોહ નાશ પામેલા છે એવા મુનિવર તે અવસરે સંથારા પર રહ્યા સતા પણ મોક્ષસુખને પ્રાપ્ત કરે છે તે તેને ચક્રવર્તિપણે પામવું તેમાં તે શું આશ્ચર્ય !”
એ પ્રમાણે સંવેગરૂપી રંગથી જેનું મન રંગાયેલું છે એવા હરિકેશિબલે ગુરુની પાસે જિનવાણી સાંભળીને ચારિત્ર ગ્રહણ કર્યું બને દુષ્કર છઠ્ઠ અઠ્ઠમ આદિ તપ કરવા લાગ્યા, તેમજ વિષયને યાગ કરીને વિચારવા લાગ્યા.
એકદા એક માસના ઉપવાસનું તપ કરીને તે વારાણસી નગરીના તિંદુક નામના વનમાં હિંદુક યક્ષના મંદિરમાં કાર્યોસગ કરીને રહ્યા. તેના તપગુણથી રંજિત થઈ તિંદુક યક્ષ પણ તે સાધુની સેવા કરવામાં તત્પર થયો અહે! તપનું અત્યંત મહાભ્ય છે કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org