________________
ઉપદેશમાળા
૧૩૫ ત્યાં આવી અને ચિલાતીપુત્રનું રુધિર ને માંસ ખાવા લાગી. તેઓએ ચારે બાજુએથી તેનું આખું શરીર ચાલણ જેવું કરી નાખ્યું, પરંતુ “આ દેહ મારે નથી અને હું કેઈને નથી” એમ ચિંતન કરતે તે ધ્યાનથી ચલિત થયો નહિ. એ પ્રમાણે અઢી દિવસે બહુ પાપનો ક્ષય કરી ચિલાતીપુત્ર દેવલોકે ગયે.
આ ધમને ધન્ય છે કે જેના પ્રભાવથી ચિલાતીપુત્ર જે. દુષ્ટ માણસ પણ સ્વર્ગે સુખભાગી થયે. કહ્યું છે કે –
દુર્ગતિપ્રપતપ્રાણિધારણુદ્ધર્મ ઉચ્યતે સંયમાદિદશવિધ સર્વશક્તિો હિ મુક્તયે |
“દુર્ગતિમાં પડતા પ્રાણુને ધારણ કરી રાખેદુર્ગતિમાં પડવા ન દે તેથી તે ધર્મ કહેવાય છે; સંયમ આદિ દશ પ્રકારને સર્વજ્ઞ ભગવાને કહેલે તે ધર્મ નિશ્ચય પૂર્વક મુક્તિને માટે છે.” માટે બહુ પાપવાળા પ્રાણીઓને ધર્મ તારતે નથી, એ પ્રકારની મુગ્ધ લોકેની શંકા દૂર કરવા માટે ધર્મના પ્રભાવ ઉપર ચિલાતીપુત્રનું દૃષ્ટાંત કહેવામાં આવ્યું છે. ”
જેવી રીતે ચિલાતીપુત્રે પિતાની પ્રતિજ્ઞા પાળી તેવી રીતે અન્ય વિવેકી લેકેએ પ્રવર્તવું તે વિષે કહે છેપુફિફએ ફલિએ તહ પિઉ–ઘરમિ તન્હા બુહા સમણુબદ્ધ ઢઢેણ તણા વિસઢા, વિસઢા જહ સફલયા જાયા ૩૯
અર્થ–“પુષ્પિત અને ફલિત એવું તથા પ્રકારનું પ્રસિદ્ધ પિતાનું ઘર છતાં અર્થાત્ સર્વ પ્રકારનાં સુખસંયુક્ત કૃષ્ણ વાસુદેવને ત્યાં જમ્યા છતાં ઢંઢણકુમારે (મુનિપણામાં) તૃષા અને સુધા નિરંતરપણે એવી સહન કરી કે જે સહન કરેલી સફલતાને પામી.” ૩૯. અર્થાત્ ઢંઢણકુમારે અલાભ પરીસહ
ગાથા ૩૯. ૨ પુફિયફલિય. ૨ પીઉહરામિ ૨ તરહ ૩ સફલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org