________________
૧૩૬
ઉપદેશમાળા એ સહ્યો કે જેના પરિણામે કેવળજ્ઞાનરૂપ ફળ પ્રાપ્ત થયું. તેની કથા આ પ્રમાણે
શ્રી ઢંઢણુ કુમાર કથા ઢંઢણુકુમારને જીવ પૂર્વ ભવમાં કોઈ રાજાના પાંચસે ખેડૂતોને અધિકારી હતા. જ્યારે મધ્યાહ્ન વખતે સઘળાઓને માટે ભાત આવતા હતા ત્યારે તે તેઓની પાસે પોતાના ક્ષેત્રમાં એક એક ચાસ હળથી કઢાવતું હતું. આ પ્રમાણે કરવાથી તે દરરોજ પાંચસે ખેડૂતે અને એક હજાર બળદોને ભાત પાણીમાં અંતરાય કરતે હતે. તેમ કરવાથી તે ભવમાં તેણે ઘણું અંતરાયકર્મ બાંધ્યું. ત્યાંથી કાળ કરીને ઘણુ કાળ સુધી અનેક ભવમાં ભટકીને તે દ્વારિકા નગરીમાં “કૃષ્ણ” વાસુદેવને ઘેર ઢંઢણુ” રાણીની કુશિમાં પુત્રપણે ઉત્પન્ન થયા. તે ઢંઢણ કુમારના નામથી પ્રસિદ્ધ થયા. યુવાન વય પામતાં તેને પિતાએ પરણાવ્યું. ત્યાર પછી સ્ત્રીસંગમના સુખમાં લીન થઈ તેણે ઘણા દિવસે વ્યતીત કર્યા.
અન્યદા ભગવાન શ્રી અરિષ્ટનેમી અઢાર હજાર સાધુઓથી પરિવૃત્ત થઈ દ્વારકાપુરીના મોટા ઉદ્યાનમાં સમવસર્યા. તેમને વાંદવાને માટે “કૃષ્ણ વાસુદેવ ઢંઢણુ કુમાર સહિત નીકળ્યા. વાંદીને યોગ્ય સ્થાને બેઠા. એટલે પ્રભુએ કુમતરૂપ અંધકારને દૂર કરનારી, પતિત જનને ઉદ્ધાર કરનારી, અમૃતના નિઝરણું જેવી, મેહ મલને નાશ કરનારી, સર્વ જનને આનંદ આપનારી, માલવ કેશિક રાગને અનુવાદ કરનારી અને સમગ્ર કલેશને નષ્ટ કરનારી દેશના આપવી શરૂ કરી. તે સાંભળતાં ઢંઢણ કુમારનું મન વૈરાગ્યરસથી વ્યાપ્ત થઈ જવાને લીધે તેણે શ્રી નેમિનાથ સ્વામી પાસે ચારિત્ર ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કર્યા પછી તે દ્વારિકાપુરીમાં ભિક્ષાથે કરે છે, પરંતુ કૃષ્ણ વાસુદેવના પુત્ર તરીકે તેમજ શ્રી નેમિનાથ સ્વામીના શિષ્ય તરીકે પ્રસિદ્ધ છતાં પણ તેને શુદ્ધ ભિક્ષા મળતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org