________________
૧૩૪
ઉપદેશમાળા ચિલાતીપુત્ર સુસમાને લઈ કઈ દિશામાં પલાયન કરી ગયે. ધનાવહ શેઠ પુત્ર સહિત તેની પાછળ લાગે, દુર્ગપાળ ધનની રક્ષા કરવાને ત્યાં જ રહ્યો. ધનાવહ શેઠના ભયથી સુસમાને લઈ જવાને અશક્ત થઈ આગળ ચાલતા ચિલાતીપુત્રે વિચાર્યું કે
આ કન્યા મને પ્રાણથી પ્રિય છે, તેથી તે અન્યની ન થવી જોઈએ.” તે દુષ્ટ તરવારથી તેનું મસ્તક કાપી નાખ્યું અને ધડ પડતું મૂકી મસ્તક લઈને નાઠો. ધનાવહ શેટ વિગેરે પાછળ દેડવાનું પ્રયોજન નાશ પામવાથી પાછા ફર્યા.
આગળ ચાલતાં ચિલાતીપુત્રે કાયોત્સર્ગમાં રહેલા એક મુનિને જોયા. મુનિ સમીપ આવી તેણે તેમને શઠતા પૂર્વક કહ્યું કે મને ધર્મને ઉપદેશ આપ.” સાધુએ જ્ઞાનના અતિશયથી જાણ્યું કે જોકે આ અતિ પાપીષ્ટ છે પણ તે ધર્મ મેળવી શકશે.” એવું જાણુ મુનિએ તેને ઉપદેશ કીધે કે-“તારે ઉપશમ, વિવેક અને સંવર કરવા જોઈએ.” રત્ન જેવા આ ત્રણ પદ તેને સંભળાવીને મુનિ આકાશમાં ઉત્પતી ગયા. ચિલાતીપુત્રે વિચાર કર્યો કે
ખરેખર! આ મુનિએ મને ઠગ્યા નથી પણ સાચું કહ્યું છે. હું ઘણે પાપીઠ છું તેથી મારી શુદ્ધિ બીજી કઈ પણ રીતે થશે નહિ, માટે મારે સાધુનાં વચન પ્રમાણે અવશ્ય કરવું જોઈએ. સાધુએ જે કહ્યું તે મેં જાણ્યું. ઉપશમ એટલે ક્રોધ આદિને મારે ત્યાગ કરવો જોઈએ. ક્રોધથી અંધ બની જઈને અનર્થ કરનાર એવા મને ધિક્કાર છે! વળી વિવેક એટલે બાહ્ય વસ્તુનો મારે ત્યાગ કર જોઈ એ. એ પ્રમાણે વિચારી તરવાર સહિત હાથમાં રહેલું મસ્તક છેડી દીધું. વળી “સંવર એટલે મારે દુષ્ટ યોગોને સંવર કર જોઈએ.” એમ વિચારી તેણે દુષ્ટ મન-વચન-કાયાના
વ્યાપારને રેકી દીધે; અને તે જ ત્રણ પદ મનમાં ચિંતવને ત્યાં જ - કાત્સર્ગમાં સ્થિત થયા. લેહીની વાસથી વજમુખી કીડીઓ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org