________________
૧૩૨
ઉપદેશમાળા હતું. તેણે એવી પ્રતિજ્ઞા કરી હતી કે “જે મને વાદવા જીતે તેને હું શિષ્ય થાઉં.” એ પ્રમાણે પ્રતિજ્ઞાને ધારણ કરનાર યજ્ઞદેવે વાદમાં ઘણું પ્રતિવાદીને જીત્યા. એક દિવસ એક નાના સાધુએ તેને જીતી લીધે. એટલે સત્ય પ્રતિજ્ઞા તે યાદેવે તે સુલ્લક પાસે દીક્ષા લીધી અને ભાવયુક્ત થઈ વ્રત પાળવા લાગે; પરંતુ જાતિગુણને લીધે તે દેહવશ્વ આદિની મલિનતા રૂ૫ પરીસહને નિંદે છે. તે વિચારે છે કે “અરે ! આ માર્ગમાં સર્વ સારું છે પરંતુ સ્નાન આદિને અભાવ છે તે મોટું જુગુપ્સાસ્થાન છે. એ પ્રમાણે મલપરીસહને સહન કરવાને અશક્ત છતાં પણ ચારિત્રભંગના ભયથી તે સ્નાન આદિ વડે દેહાદિની શુદ્ધિ કરતા નથી.
એક દિવસે ઉપવાસના પારણે ભિક્ષા માટે ભટકતાં કપતવૃત્તિના ન્યાયે પિતાની સ્ત્રીને ઘેર ગયો. ત્યાં મેહ રૂપ પિશાચથી ગ્રસ્ત થયેલી તે સ્ત્રીએ પૂર્વ નેહના વશથી મુનિરૂપમાં રહેલા પિતાના પતિને કામણ કર્યું. તે કામણથી મુનિ શરીરે અતિ ક્ષીણ થયા. કેટલેક દિવસે તે વિહાર કરવામાં પણ અશક્ત થઈ ગયા, તેથી અનશન ગ્રહણ કરી કાળધર્મને પ્રાપ્ત થઈ સ્વર્ગમાં દેવ થયા.
પેલી સ્ત્રીએ મુનિરૂપમાં રહેલા પોતાના પતિની મરણવાર્તા સાંભળી, તેથી યે પશ્ચાત્તાપ કરવા લાગી કે-“અરે! મને ધિક્કાર છે! પતિને મારવાથી મને મેટું પાપ લાગ્યું. સાધુની હત્યા કરનાર મને નરકમાં પણ સ્થાન નહિ મળે. તેથી અશરણ થયેલી મને તેને વેષ જ શરણરૂપ છે.” એ પ્રમાણે વૈરાગ્ય પરાયણ થઈ તેણે ચારિત્ર ગ્રહણ કર્યું અને અતિ ઉગ્ર તપ કર્યું. પૂર્વકૃત પાપની સારી રીતે આલેચના ગ્રહણ કરી બહુ કાળ ચારિત્ર પાળીને તે સ્વર્ગે ગઈ.
બીજા ભવમાં યજ્ઞદેવ બ્રાહ્મણને જીવ દેવકથી વીને ચારિત્રની જુગુસાથી બાંધેલા નીચ નેત્રવડે રાજગૃહ નગરમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org