________________
ઉપદેશમાળા
૧૩૧ “અનેક ઈદ્રોથી પૂજાયેલ શ્રી જબૂ નામના મુનિને ધન્ય છે; કારણ કે તેમણે પવિત્ર રૂપવાળી યુવાવસ્થામાં પણ કામદેવને જી અને મેહના મૂળ કારણભૂત એવા નિજ વધૂના સંબંધને પણ છેડી દઈ અતિ આદરથી મુક્તિરૂપી સ્ત્રીના શ્રેષ્ઠ સંગમથી ઉત્પન્ન થયેલા શાશ્વત સુખ (મોક્ષ) ને હર્ષપૂર્વક મેળવ્યું.”
એ પ્રમાણે જંબૂ કુમાર જેવા પુરુષો ક્ષણભંગુર વિષયસુખને છોડી દઈ શાશ્વત સુખમાં રમણ કરે છે અને તેમની પ્રતીતિથી પ્રભવ જેવા સુલભ ધી જીવ પણ સંસાર સાગર તરવાને શક્તિવાન થાય છે. એ પ્રમાણે સાડત્રીશમી ગાથાને સંબંધ જાણો.
ઈતિ જંબૂકુમાર ચરિત્ર દીસંતિ પરમારાવિ, પવરધમ્મપભાવપડિબુદ્ધા ! જહ સે ચિલાઈપુત્તો, પડિબુદ્ધો સુસુમાણાએ ૩૮
અર્થ-“પરમાર, પ્રવર શૈદ્રધ્યાનયુક્ત એવા પણ ઘણા પ્રાણીઓ પ્રવર-વિશિષ્ટ એ જે ધમને પ્રભાવ તેથી પ્રતિબંધ પામેલા દેખાય છે. જેમ સુસમાના દષ્ટાંતમાં તે ચિલાતીપુત્ર પ્રતિબેધ પામ્ય તેમ.” ૩૮.
અહંક્શનના મહામ્યથી મિથ્યાત્વ નિદ્રા દૂર જવાને લીધે ધનાવહ શેઠની દાસીને પુત્ર, અતિરૌદ્ર કમને કરનારા ચિલાતીપુત્ર પ્રતિબંધ પામે. તેનું દષ્ટાંત આ પ્રમાણે
ચિલાતીપુત્ર કથા પ્રથમ થોડું ચિલાતીપુત્રના પૂર્વભવનું સ્વરૂપ કહે છે.
ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં “યજ્ઞદેવ” નામે બ્રાહ્મણ વસતે હતો. તે વ્યાકરણ, કાવ્ય, તર્ક અને મીમાંસાદિ શાસ્ત્રોના વિચારમાં ઘણે ચતુર હતું અને અનેક શાસ્ત્રોને પારગામી
ગાથા ૩૮–સુંસમાણએ x સુસમાજ્ઞાતે—ઉદાહરણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org