________________
ઉપદેશમાળા
૧૨૯
તે લલિતાંગને અપવિત્ર વસ્તુથી ભરેલા કૂવાની `દર ઉતાર્યાં; અને આવેલા રાજાની સાથે હાસ્યવિનાદ વિગેરેની વાર્તા કરવા લાગી.
અશ્િચ કૂપમાં રહેલા લલિતાંગ પણુ ક્ષુધા અને તૃષાની પીડા અત્ય'ત સહન કરવા લાગ્યા. કારણ કે ત્યાં તે તદ્ન પરવશ પડેલા હતા. તે મનમાં વિચાર કરવા લાગ્યા કે- અકૃત્ય કરનાર મારા વિષચલ'પષ્ટપણાને ધિક્કાર છે! એ પ્રમાણે તેવી સ્થિતિમાં રહેતા તેને ઘણા દિવસેા વીતિ ગયા. રાણી પણ તેને ભૂલી ગઈ. શ્રીએના કૃત્રિમ પ્રેમને ધિક્કાર છે! લલિતાંગ ત્યાં રહેતાં મૃત્યુ તુલ્ય થઈ ગયા. અનુક્રમે વર્ષાઋતુમાં તે કૂવા જળથી ભરાતા અપવિત્ર જળના પ્રવાહમાં ખેંચાઈને તે બહાર નીકળ્યેા અને પેાતાના આપ્તજનાને મળ્યા. તેણે પેાતાની સવ હકીકત તેઓને કહી. તે વિષયાભિલાષથી વિમુક્ત થયા. કેટલાક દિવસ ઘરમાં રહેવાથી તેના શરીરની સ્થિતિ સુધરી. તે સ્વસ્થ થઈ ને બહાર નીકળ્યા એટલે ફરીથી રાણીએ તેને દીઠા અને આળખ્યા. તેણે દાસીને તેડવા મેાકલી એટલે લલિતાંગે કહ્યુ` કે- હું ફરીથી એવુ... કરીશ નહિ, વિષયમાં આસક્ત થવાથી મેં બહુ પીડા ભાગવી છે. ' તે સાંભળી દાસી પાછી વળી. પછી તે વિષયમાંથી વિરક્ત થઈને સુખી થયેા. માટે હું સ્ત્રીએ! જો હું વિષયમાં આસક્ત થા તેા લલિતાંગકુમારની પેઠે હુ પણ દુઃખી થાઉં. તેથી વિષયમાં પ્રીતિ રાખવી મને યાગ્ય નથી.
સમ્યક્ત ને શીલરૂપ એ તુખડાવડે આ ભવસમુદ્ર સુખે તરી શકાય છે; તેવા એ તુબને ધારણ કરનારા જ ભ્રૂકુમાર શ્રી રૂપી નદીમાં કેમ બૂડે ? ”
હિત લલિતાંગ દૃષ્ટાંત ૧૬.
એ પ્રમાણે જ બૂ કુમારે ઘણા ઉપદેશ દીધા. એમ પરસ્પરના ઉત્તર પ્રત્યુત્તરમાં રાત્રિ વ્યતીત થઈ. એટલે સ્ત્રીએ પણ વૈરાગ્યરસથી પૂતુ થઈ ગઈ. તેમણે કહ્યું કે- હે સ્વામી ત્રત પાળવાં તે દુષ્કર
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org