________________
ઉપદેશમાળા
પપ દુખિત થઈ અને પુત્રના મનમાં તે મેહનું કિંચિત્ કારણ પણ જણાતું નથી. અહો ! મેહની ચેષ્ટાને ધિક્કાર છે! મેહાંધ માણસે કંઈ પણ જાણતા નથી,” એ પ્રમાણે વૈરાગ્યમગ્નપણથી ક્ષપકશ્રેણી ઉપર આરુઢ થયા અને આઠ કમને ક્ષય કરી અંતકૃત કેવલી થઈને મેક્ષે ગયા. દેવતાઓએ મહત્સવ કર્યો. ઇંદ્ર આદિ સર્વ દેએ સમવસરણમાંથી ત્યાં આવીને મરુદેવા માતાના શરીરને ક્ષીરસાગરના પ્રવાહમાં વહેતું મૂક્યું. પછી શેકમગ્ન ભરતને અગ્રેસર કરીને સૌ સમવસરણમાં આવ્યા. ભરત પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરીને યથાયોગ્ય સ્થાને બેઠા અને પ્રભુની દેશના સાંભળી તેમને શાક નષ્ટ થયે. દેશનાને અંતે પ્રભુને વાંદી શ્રાવક ધર્મ અંગીકાર કરી અયોધ્યામાં આવ્યા, અને પછી ચકને ઉત્સવ કર્યો.
આઠ દિવસ ગયા પછી ચક પૂર્વ દિશામાં ચાલ્યું. ભરત રાજા પણ દેશ જીતવાને માટે ચક્રની પાછળ સિન્ય સહિત ચાલ્યા. એકેક જનનું દરરોજ પ્રયાણ કરતાં કેટલેક દિવસે પૂર્વ સમુદ્રને કિનારે આવી સિન્યને પડાવ નાખ્યો. ત્યાં ભારતે અઠ્ઠમનું તપ કર્યું; અને માગધ નામના દેવનું મનમાં ધ્યાન કરીને સ્થિત રહ્યા. ત્રણ દિવસ પછી રથમાં બેસી સમુદ્રના જળમાં રથની ધરી પર્યત પ્રવેશ કરી પિતાના નામથી અંકિત બાળને ધનુષ્યમાં સાંધીને તે દેવપ્રતિ છોડયું તે બાણ બાર જન જઈને મગધદેવની સભામાં સિંહાસન સાથે અથડાઈને ભૂમિ ઉપર પડયું. બાણનું પડવું જોઈ મગધદેવ કોપાયમાન થઈ ગયું. પછી તે બાણ હાથમાં લઈ તેને પરના અક્ષરો વાંચ્યા એટલે ભરત ચક્રવતીને આવેલા જાણી કેપ રહિત થઈ ભટણું લઈ પરિવાર સહિત તેમની સન્મુખ ચાલે. નજીક આવીને તે ચક્રવતીના ચરણમાં પડ્યા ને બોલ્યા કે– હે સ્વામિન્! મારે અપરાધ ક્ષમા કરો, હું તમારો સેવક છું, આટલા દિવસ સુધી હું સ્વામીરહિત હતો, હવે આપના દર્શનથી સનાથ થયો છું.” એ પ્રમાણે કહી, નમસ્કાર કરી, ભેટ ધરી, રજા લઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org