________________
ઉપદેશમાળા વાંધા અને સ્તુતિ કરી. પછી તેમને વાંદીને મનમાં સ્તુતિ કરતો હાથિ ઉપર ચઢી શ્રી મહાવીર સ્વામી સમીપે આવ્યા. સમવસરણ જેઈને પંચાભિગમ જાળવવાની વિધિથી જિનેશ્વરને વંદન કરીને બે હસ્તકમળ જેડી આ પ્રમાણે સ્તુતિ કરી– બદ્યાભવન્સફલતા નયનદયય, દેવ ત્વદીયચરણબુ જ વીક્ષણેના બઇ ત્રિલોકતિલક પ્રતિભાસતે મે, સંસારવારિધિરયં
ચુલુક પ્રમાણમાં હે દેવ! તમારાં ચરણકમળના દર્શનથી મારાં બને નેત્ર આજ સફળ થયાં અને હે ત્રિલેકતિલક! આજ આ સંસાર વારિધિ મને એક અંજલિપ્રમાણ જ ભાસે છે.” દિઠે તુહમુહકમલે, તિનિન વિણાઈ નિરવભેસાઈ | દારિદ્ર દોહમ્મ, જમ્મતરસંચિય પાવે છે
“તમારું મુખકમળ દેખવાથી દારિદ્ર, દૌર્ભાગ્ય અને જન્માતરસંચિત પાપ-એ ત્રણે વાનાં સર્વથા નાશ પામ્યાં.”
ઈત્યાદિ એક્સો ને આઠ કાવ્યથી જિનેન્દ્રને સ્તવને તે ગ્ય સ્થાન ઉપર બેઠો. પછી પ્રભુએ કલેશને નાશ કરનારી ધર્મદેશના શરુ કરી. દેશનાને અંતે શ્રેણિક રાજાએ વરસ્વામીને પૂછયું કે
હે પ્રભુ! જે અવસરે મેં પ્રસન્નચંદ્ર મુનિને વાંદ્યા, તે અવસરે જે તે કાળધર્મ પામે તે તેની ગતિ ક્યાં થાય? સ્વામીએ કહ્યું કે- જે તે વખતે મરણ પામે તે સાતમી નરકે જાય.” ફરી પૂછ્યું હમણુ કાળ કરે તે ક્યાં જાય? ભગવાને કહ્યું કે-છઠ્ઠી નરકે જાય.” ફરીથી શ્રેણિકે ક્ષણમાત્ર વિલંબ કરીને પૂછ્યું કે હવે ક્યાં જાય?”
૧ ચૈત્યવંદન ભાષ્યમાં પહેલા બંને પ્રકારના પાંચ પાંચ અભિગમ અહીં જાણી લેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org