________________
ઉપદેશમાળા માંથી ધૂમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. તેથી સર્વ નગર અચ્છાદિત થઈ ગયું. તે જોઈ શકથી આકુલ થયેલા લોકે “આ શું થયું !' એમ બેલતાં ત્યાં એકઠા થઈ ગયા. સનકુમાર ચક્રીએ પણ તે હકીક્ત સાંભળી. એટલે ભયથી આકુળવ્યાકુળ થઈને તે પણ ત્યાં આવી સંભૂતિ મુનિના ચરણમાં પડ્યા અને બોલ્યા કે
હે પ્રભુ! અપરાધ ક્ષમા કરે અને કૃપા કરીને લોકના સંહારથી પાછા ઓસરે, મારા પર એટલે અનુગ્રહ કરે, તમે કૃપાસિંધુ છે, નતવત્સલ છે, ક્ષમાશીલ છે, હું દીન છું અને બંને હાથ જેડી અરજ કરું છું. તેથી કૃપા કરીને ક્રોધ તજી દે.”
તે અવસરે સંભૂતિ મુનિનું સઘળું ચરિત્ર ચિત્ર મુનિએ જાણ્યું, એટલે તે ત્યાં આવ્યા અને સંભૂતિ મુનિને ઘણું શાંત વચને કહ્યાં. શાંત વચનરૂપ અમૃતની ધારાથી તેણે સંભૂતિ મુનિનું મન શાંત કર્યું. તેથી સંભતિ મુનિ ક્રોધથી નિવૃત્ત થયા અને શાંતિભાવને પામ્યા. નમુચિનું ચરિત્ર જાણીને સનસ્કુમારે તત્કાલ તેને બાંધી મંગાવી મુનિને પગે લગાડયો અને પૂછયું કે“હે મુનિ આપ હુકમ કરો કે આ નમુચિને હું શી શિક્ષા કરું ?” બંને મુનિઓએ કહ્યું કે “અમારે કોઈની સાથે વેરભાવ નથી.” પછી સનસ્કુમારે નમુચિને દેશનિકાલ કર્યો. પછી બંને મુનિઓએ વિચાર કર્યો કે-“અહો ક્રોધાંધ પુરુષે કાંઈ પણ જાણતા નથી. આ ક્રોધ મહા અનર્થકારી છે.” કહ્યું છે કે –
જે અજિજયં ચરિત્ત, દેસૂણણ્ય પુવકોડી છે ! તંપિઅ કસાયમિત્તો, હાઈ નરો મુહુરણું ૧૫
દેશે ઉણ પર્વોડ પર્યત જે ચારિત્ર પાળ્યું હોય તેને કષાયમાત્રવડે કરીને પ્રાણું એક મુહૂર્તમાં હારી જાય છે, અર્થાત્ એક મુહૂર્ત માત્ર કરેલ કષાય કોડ પૂર્વના ચારિત્રને પણ નાશ કરી શકે છે.” બળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org