________________
ઉપદેશમાળા
૧૦૫
વાંદવાને માટે આવ્યા તેમજ સૂર્ય અને ચંદ્ર પણ પિતાના મૂળ વિમાનમાં બેસીને વાંદવાને આવ્યા. આર્ય ચંદના સાધ્વી પણ મૃગાવતીને સાથે લઈને વાંદવાને આવ્યા. આર્ય ચંદના આદિ સાધ્વીઓ પ્રભુને વાંધીને પોતાના ઉપાશ્રયે આવી, પણ મૃગાવતી તે સમવસરણમાં જ બેસી રહી. તે વખતે સંધ્યાકાળ થયો હતે છતાં પણ સૂર્યના તેજથી તે તેના જાણવામાં આવ્યો નહિ, કારણ કે ઉદ્યોત તેવો ને તે જ રહેલો હતે. અનુક્રમે રાત્રિ ઘણી ગઈ, અને સર્વ લોકે પ્રભુને વાંદીને પિતપતાને ઘેર ગયા; પણ મૃગાવતીએ રાત્રિ ઘણી ગઈ છે એમ જાણ્યું નહિ. પછી જ્યારે સૂર્ય ચંદ્ર પિતાના વિમાનમાં બેસીને પોતાના સ્થાનકે ગયા ત્યારે સમવસરણમાં તેમજ પૃથ્વી ઉપર અંધકાર પ્રસરી ગયો, તેથી મૃગાવતી સંભ્રમિત થઈ “ઘણું રાત્રિ ગઈ છે” એમ જાણી શહેરમાં આર્ય ચંદનાના ઉપાશ્રયે આવી. એ સમયે આર્ય ચંદના સાવી પણ પ્રતિક્રમણ કરી, સંથારાપરથી ભણાવી, સંથારામાં બેસીને મનમાં વિચાર કરતી હતી કે- મૃગાવતી કયાં ગઈ હશે? અને કયાં રહી હો?” એવામાં મૃગાવતીને આવેલી જોઈ તેને ઠપકો આપવા લાગ્યા કે-“હે મૃગાવતી ! તને આ ન ઘટે. તારા જેવી પ્રધાનકુળમાં જન્મેલી સાધ્વીને રાત્રિએ બહાર રહેવું એ ઉચિત નથી, તે આ વિરુદ્ધ આચરેલું છે. આ પ્રમાણેનાં આ ચંદનાનાં વચન સાંભળીને નેત્રમાંથી ગળતાં અશ્રુથી સંતાપને વહન કરતી તે પશ્ચાત્તાપ કરવા લાગી કે-“મેં આ ગુણવતી સાધ્વીને સંતાપ ઉત્પન્ન કર્યો. એ પ્રમાણે પોતાના આત્માને નિંદતી તે હાથ જોડી કહેવા લાગી કે-“હે ભગવતી ! મારો આ એક અપરાધ ક્ષમા કરે, હું મંતભાગી છું, પ્રમાદવાથી હું રાત્રિનું સ્વરૂપ જાણી શકી નહિ, હું ફરીથી આવું કરીશ નહિ.” એ પ્રમાણે વારંવાર ખમાવીને તેમના ચરણમાં પડી તેમની વયાવચ્ચ કરવા લાગી. આર્ય ચંદના તે સંથારામાં સુઈ ગયા, પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org