________________
ઉપદેશમાળા
૧૧૭. હોય છે. હે પ્રભવ! જે આ જંબૂકુમાર તારા કહેવાથી વ્રતને ગ્રહણ કરશે તે એક હાળાની પેઠે તેને પસ્તાવું પડશે.” પ્રભવે કહ્યું કે- એ હાળી કેણ હતો ?” સમુદ્રશ્રી કહે છે કે સાંભળ
મરૂ દેશનાં અંદર એક વગ નામને પામર વસતે હતે. તે ખેતી કરતું હતું અને કેદ્રા, કાંગ વિગેરે ધાન્ય વાવતે હતે. તે એક દિવસ પિતાની દીકરીને સાસરે ગયા. ત્યાં તેને ગળમિશ્રિત માલપુડા જમાડયા. ત્યાં તેણે શેરડીની અંદરથી ગેળની ઉત્પત્તિ જાણું. તેથી પોતાને ઘેર આવીને તેણે પુષ્ય ને ફળથી ખીલેલા ક્ષેત્રને નિમૂલ કરી નાંખીને તેમાં શેરડી વાવી. તેની શ્રીએ તેને ઘણે વાર્યો પણ તે અટક્યો નહિ, આપમતિ થયો. મભૂમિ હેવાથી પાણી વિના શેરડી તે થઈ નહિ અને પૂર્વનું ધાન્ય હતું તે પણ ગયું. પછી તે પશ્ચાત્તાપ કરવા લાગ્યું કે મિષ્ટ ભજનની આજ્ઞાથી મેં પ્રથમનું પાકેલું ધાન્ય પણ ગુમાવ્યું.” તે પ્રમાણે હે પ્રાણવલ્લભ! તમે પણ પશ્ચાત્તાપ પામશે. માટે પ્રાપ્ત થયેલ સુખનો ત્યાગ કરી અધિક સુખની વાંછા કરવી નહિ.
ઈતિ બગપામર દષ્ટાંત ? જંબૂ કુમારે કહ્યું કે-“તું જે કહે છે તે સત્ય છે, પરંતુ જેઓ આ લેકના સુખના અભિલાષી હોય છે તેઓ દુઃખ પામે છે. પણ જ્ઞાનથી ઉત્કૃષ્ટ બીજું ધન નથી, શમતા જેવું બીજું સુખ નથી. “દીર્ઘકાળ જીવો' એ આશીર્વાદ ઉપરાંત બીજે ઉત્તમ આશીર્વાદ નથી, લોભ જેવું બીજું દુઃખ નથી, આશા જેવું બંધન નથી અને સ્ત્રી જેવી બીજી જાળ નથી. તેથી જે સ્ત્રીઓમાં અતિલુબ્ધ રહે છે તે કાગડાની માફક અનર્થ પ્રાપ્ત કરે છે. ” સ્ત્રીએ પૂછયું કે એ વાયસ કોણ હતું?” * બૂકુમાર કહે છે કે-મૃગુકચ્છમાં રેવા નદીને કિનારે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org