________________
૧૨૩
ઉપદેશમાળા દાસ થઈને તેના ઘરમાં રહે છે. તે વિપ્રનું દષ્ટાંત આ પ્રમાણે
-કુશસ્થલ નગરમાં એક ક્ષત્રિય રહેતો હતો. તેને ઘેર એક ઘડી હતી. તેની ચાકરીને માટે એક માણસને તેણે રાખ્યો હતે. તે માણસ હમેંશા ઘડીને માટે જે ખાવાનું આપે તેમાંથી પોતે ગુપ્ત રીતે ખાઈ જતો હતો. બરાક ઓછા મળવાથી ઘડી શરીરે દુર્બળ થઈ ગઈ અને છેવટે મરી ગઈ મરણ પામીને તે જ નગરને વિષે વેશ્યા થઈ, અને પેલો માણસ વિપ્રકુળમાં ઉત્પન્ન થયો. એક દિવસે તેણે તે વેશ્યાને જોઈ, એટલે પૂર્વભવના ઋણને લઈને તે વેશ્યાના ઘરમાં દાસ થઈને રહ્યો અને તેના ઘરનું કામકાજ કરવા લાગ્યો. એ દાસની જેમ હું પણ ભેગની આશાથી દાસ થઈને ઘરમાં રહીશ નહિ.
ઈતિ વિપ્રકથા ૧૨. હવે સાતમી સ્ત્રી રૂપશ્રી કહેવા લાગી કે-“હે સ્વામી ! હમણાં તમે અમારું કહેવું નહિ માને, પણ પછીથી માસાહસ પક્ષીની પેઠે તેમને સંકટ પ્રાપ્ત થશે ત્યારે સમજશે?” તે કથા આ પ્રમાણે–
એક માસાહસ નામનું પક્ષી કઈ વનમાં રહેતું હતું. તે પક્ષી સૂતેલા વાઘના મુખમાં પેસી, તેની દાઢમાં વળગેલ માંસનો પિંડ લઈ બહાર આવીને એમ બેલતે હસે કે-“આ પ્રમાણે કેઈએ સાહસ કરવું નહિ.” આટલા ઉપરથી જ તેનું નામ
માસાહસ” પડ્યું હતું. તે પક્ષી જે પ્રમાણે કહેતો હતો તે પ્રમાણે પિતે જ વર્તતો નહોતે. તેને બીજા પક્ષીઓએ ઘણે વાર્યો છતાં પણ માંસમાં લાલુપ થઈને તે વારંવાર વાઘના મુખમાં પેસતે હતો. એમ કરતાં વાંઘ જાગ્યો એટલે તે પક્ષીને કેળિયે કરી ગયા.
ઇતિ માસાહસ પક્ષી દષ્ટાંત ૧૩. જબૂ કુમાર કહે છે કે-“હે સ્ત્રીઓ ! આ સંસારમાં કઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org