________________
૧૨૪
ઉપદેશમાળા
રક્ષણ કરનાર નથી, માત્ર જેમ પ્રધાનને તેના ધમિત્રે સહાય આપી તેમ ધમિત્ર શરણે જતાં રક્ષણ કરે છે.” તે દૃષ્ટાંત આ પ્રમાણે—
સુગ્રીવપુર નામના નગરમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને સુબુદ્ધિ નામે મત્રી હતા. તે મત્રીને ત્રણ મિત્રા હતા. એક નિત્યમિત્ર, ખીજો પમિત્ર અને ત્રીજો પ્રણામમિત્ર. રાજા તરફથી કષ્ટ પ્રાપ્ત થયે આ ત્રણ મિત્રમાંથી પ્રણામમિત્ર કેવી રીતે રક્ષણ આપી પ્રધાનને બચાવ્યેા તેની કથા પરિશિષ્ટ પર્વાદિથી જાણી લેવી. તે ત્રણ મિત્રનેા ઉપનય આ પ્રમાણે છે—
નિત્યમિત્રસમે દેહ સ્વજનાઃ પર્વસન્નિભાઃ । જુહારમિત્રસમાજ્ઞેયા ધર્મ પરમબાંધવઃ ॥
“ નિત્યમિત્ર સમાન દેહ છે, પમિત્રા સમાન સગાંવહાલાં છે, અને પ્રણામા મિત્રની જેવા પરમબધ્ ધ છે. ” તે ધર્મ પ્રાણીને અંતસમયે પણ સહાય કરે છે અને જે કંઈ તેનું શરણુ કરે તેને કુશળક્ષેમે સ્વસ્થાને પહોંચાડે છે. ”
ઈતિ ત્રણ મિત્ર દૃષ્ટાંત ૧૪.
હવે આઠમી શ્રી જયશ્રી જે ધનાવવ શેઠની પુત્રી હતી તે જ બૂકુમારને કહેવા લાગી કે− હૈ સ્વામી! આ વચનવિવાદ શે ? અમને નવી પરણેલીએને આપની સાથે વિવાદ કરવા યુક્ત નથી; પરંતુ તમે આવી કહિપત વાર્તાએ કહેવા વડે અમને શા માટે ઢગા છે? આપે જે જે કથાએ કહી છે તે તમામ કલ્પિત છે; અને જેવી રીતે એક બ્રાહ્મણની પુત્રીએ કલ્પિત વાર્તાઓથી રાજાનુ મન રજિત કર્યું" હતું તેવી રીતે તમે પણ કલ્પિત વાર્તાએથી અમારું મન રંજન કરેા છે.. તે સમયે સર્વ સ્રીઓએ કહ્યું કે'હે જયશ્રી! તે કથા કહે કે જે સાંભળીને આપણા પ્રિયતમ ઘરમાં રહે.' જયશ્રી કહે છે કે સાવધાન થઈને સાંભળા—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org