________________
૧૨૬
ઉપદેશમાળા પતિને પડખામાં શૂળ ઉત્પન્ન થયું, અને તે વ્યાધિથી મરણ પામે. તેને મે મારા ઘરની અંદર દાટી દીધે. તે વાત કેઈએ જાણી નહિ. મારા માતાપિતાએ પણ તે વાત જાણ નહિ હે રાજન! મારી અનુભવેલી આ વાર્તા મેં કહેલી છે. તે વાર્તા સાંભળીને રાજા ઘણે ખુશી થયે અને તે કન્યા પોતાને ઘરે આવી. જયશ્રી કહે છે કે “જેવી રીતે કપિત વાર્તાથી તે વિપ્રપુત્રીએ રાજાનું મન રંજન કર્યું તેવી રીતે તમે પણ અમારા મનને રંજિત કરો છે, પરંતુ એ પ્રવૃત્તિ મિથ્યા છે, માટે જે માણસ વિચારીને પગલું મૂકે છે તે માણસની લાજ રહે છે. તેથી હે સ્વામી ! ભેગો ભેગવી પછી ચારિત્ર ગ્રહણ કરીને પિતાને અર્થ સાધવો ઉચિત છે.”
દતિ બ્રાહ્મણપુત્રી દષ્ટાંત ૧૫. ' એ પ્રમાણે જયશ્રીનું વાકય સાંભળીને જ બૂ કુમારે કહ્યું – છે જયશ્રી ! મેહથી આતુર થયેલા પ્રાણીઓ અધર્મમાં ધર્મબુદ્ધિ માની વિષયોને સ્થાપિત કરી કર્મો બાંધે છે, પરંતુ એ વિષય ઘણા જ ખરાબ પરિણમવાલા છે. વિષથી પણ વિષયે અધિક છે એ ખરેખરું છે. કારણ કે વિષયે તે મરેલાને પણ મારે
ભિક્ષાશન તદપિ નીરસમેકવાર શધ્યા ચ ભૂઃ પરિજને નિજ દેહમાત્ર વર્સ ચ જીર્ણશતખંડમથી ચ કંથા
હાહા તથાપિ વિષયા ન પરિત્યજતિ છે “ખાવામાં ભિક્ષાનું ભેજન–તે પણ નીરસ અને એકવાર, સૂવામાં માત્ર પૃથ્વી, પરિજનમાં માત્ર પોતાનો જ દેહ અને લુગડામાં જીરું અને તદ્દન ફાટેલી ગોદડી–એવી સ્થિતિવાળા માણસને પણ હા હા ઈતિ ખેદે ! વિષય છોડતા નથી. તેથી હે સ્ત્રીએ ! જે જન્મ, જરા, મરણ, રોગ, વિયોગ ને શેક આદિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org