________________
૧૧૮
ઉપદેશમાળા હાથી મરણ પામ્યા. ત્યાં બહુ કાગડાઓ ભેગા થઈ આવજાવ કરવા લાગ્યા. જેમ દાનશાળામાં બ્રાહ્મણે મળે તેમ ત્યાં કાગડાઓ એકઠા થયેલા હતા. તેમાંથી એક કાગડે તે મરેલા હાથીના ગુદાદ્વારમાં પ્રવેશ કર્યો અને માંસલુબ્ધ થઈને ત્યાંજ રહેવા લાગ્યું. એવામાં ગ્રીષ્મ કાળ આવતાં ગુદાદ્વાર સંકુચિત થઈ ગયું. તેથી કાગડે અંદર જ રહ્યો. વર્ષાઋતુ આવતાં તે હાથીનું શબ પાણીના પ્રવાહમાં તણાયું. ગુદાદ્વાર વિકસિત થવાથી તે બિચારો કાગડો બહાર તે નીકળ્યો, પણ ચારે દિશામાં પાણીનું પૂર જેઈને ત્યાં જ મરણ પામ્યા. આ દષ્ટાંતને એ ઉપનય છે કે મરેલા હાથીના કલેવર જેવી સ્ત્રીઓ છે, અને કાગડા જેવા વિષયાસક્ત પુરુષ છે, તે સંસારરૂપી જળમાં બૂડે છે, વિષયના અતિશય લોભથી તે શાકને પામે છે.
ઈતિ કાક દષ્ટાંત ૨. હવે બીજી સ્ત્રી પવશ્રી કહેવા લાગી કે–“હે પ્રિય! અતિ લેભથી મનુષ્ય વાનરની પેઠે દુઃખ પામે છે. પ્રભવ ચારે કહ્યું કેતે વાનરનું દષ્ટાંત કહે.” પત્રિી કહે કે સાંભળે
એક જંગલમાં કઈ વાનરનું જોડું સુખે રહેતું હતું. એક દિવસ દેવાધિષિત પાણીના ધરામાં તે જેડામાંથી વાનર પડ્યો એટલે તેને મનુષ્યપણું પ્રાપ્ત થયું તે જોઈ વાનરી પણ પડી એટલે તે પણ મનુષ્યનું થઈ. પછી વાનરે કહ્યું કે-“એકવાર આ ધરામાં પડવાથી મનુષ્યત્વ પ્રાપ્ત થયું તેથી જે બીજીવાર પડીએ તે દેવત્વ પ્રાપ્ત થાય.” તેની સ્ત્રીએ તેને તેમ કરતાં વાર્યો છતાં તે પડયે, તેથી તે પાછો વાનર થઈ ગયો. એ સમયે કેઈ રાજા ત્યાં આવ્યા. તે પેલી દિવ્ય રૂ૫વાળી સ્ત્રીને પિતાને ઘરે લઈ ગ. વાનર કઈ મદારીના હાથમાં પડ્યો, તે મદારીએ તેને નૃત્ય શીખવ્યું. તે વાનર નૃત્ય કરતે સતે એકઠા રાજ્ય દ્વારે આવ્યા. ત્યાં પિતાની સ્ત્રીને જોઈ તે અતિ દુખિત થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org