________________
૧૦૬
ઉપદેશમાળા મૃગાવતી તે પિતાના આત્માની નિંદા કરે છે. એમ કરતાં કરતાં મૃગાવતીને શુકલધ્યાન રૂપી અગ્નિ વૃદ્ધિ પામ્યો અને કઠિન કર્મ રૂપી ઈધનસમૂહ બળી ગયે; તેથી મૃગાવતીને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. એવામાં કઈ એક સર્ષ આર્ય ચંદનાના સંથારાની પાસે આવતે મૃગાવતીએ કેવલજ્ઞાનથી જોયો, એટલે સંથારાની બહાર રહેલ આર્ય ચંદનાનો હાથ તેણે સંથારામાં મૂક્યો. તેથી આર્ય ચંદના જાગી ગયા અને પૂછયું કે મારે હાથ કેણે હલાવ્યા ?” ત્યારે મૃગાવતીએ કહ્યું કે-“સ્વામિની ! મારે અપરાધ ક્ષમા કરો, મેં તમારો હાથ હલાવ્યો છે. તે સાંભળી ચંદનાએ “કેમ હલાવ્યા?” એમ પૂછતાં મૃગાવતીએ કહ્યું કે-“સ આવે છે તેથી.” ચંદનાએ પૂછયું કે–આવા અંધકારમાં તે તે કેમ જાયું?” મૃગાવતી બોલી કે અતિશયથી.” આર્ય ચંદનાએ પૂછ્યું કે“આ અતિશય કેવા પ્રકારને ?” મૃગાવતીએ કહ્યું કે-“કેવલજ્ઞાન રૂપી અતિશય.” તે સાંભળી આર્ય ચંદના કેવલજ્ઞાનીની આશાતના થયેલી જાણી પશ્ચાત્તાપ કરવા લાગ્યા અને મૃગાવતીના ચરણમાં પડ્યા. એ પ્રમાણે આત્મનિંદામાં તત્પર થયેલા આર્ય ચંદનાને પણ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.
જેવી રીતે મૃગાવતીએ કષાય ન કર્યો તેવી રીતે બીજાઓએ પણ કષાય કરવો નહિ, અને આ દૃષ્ટાંતના ઉપનયથી ઉપદેશ આપેલ છે. ઈતિ. કિસકા વૃત્ત જે, સરાગધર્મામિ કઈ અકસાઓ જે પુણુ ધરિજજ ધણિશં, દુવ્રયજાલિએ સ મુણી ૩પા
અર્થ–“શું એમ કહી શકાય કે આધુનિક સરાગ ધર્મમાં –રાગષ સહિત ચારિત્રમાં (કેઈ મુનિ) અકષાયી-સર્વથા કષાય
ગાથા ૩૫-એકસાઈ. ધણિઆ દુવ્રયણુજાલિએ, દુવ્વયણુજાતિએ જેઈતિપદ શોભાનિમિત્ત
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org