________________
૧૧૪
ઉપદેશમાળા પ્રભવે ફરીથી કહ્યું કે –“ભર વનમાં પુત્ર શ્રી વિગેરે સઘળા પરિવારને ત્યાગ કરે ઉચિત નથી.” જંબૂ કુમારે કહ્યું કે–એક એક જીવને પરસ્પર અનંતીવાર દરેક સંબંધ થયેલા છે. જેમકે એક ભવમાં થયેલા અઢાર નાતરાને સંબંધ છે.” પ્રભવે કહ્યું કે-“તે અઢાર નાતરાના સંબંધનું સ્વરૂપ કેવું છે તે મને કહો.” જ બૂકુમારે કહ્યું કે– મથુરાપુરીમાં કુબેરસેના નામે વેશ્યા હતી. તેની કુશિથી છેકરા ને છોકરીનું યુગલ ઉત્પન્ન થયું. છોકરાનું નામ કુબેરદત્ત રાખ્યું અને કરીનું નામ કુબેરદત્તા રાખ્યું. તે યુગલને તેમનાં નામથી અંકિત મુદ્રા પહેરાવી વસ્ત્રમાં વીંટી પેટીમાં નાખીને તે પેટી યમુના નદીના પ્રવાહમાં વહેતી કરી. પ્રાતઃકાળે તે પેટી સેરાપુર નામના નગર પાસે પહોંચી. ત્યાંના બે શેઠીયાઓએ તે પેટી બહાર કાઢી એક શેઠે પુત્ર ગ્રહણ કર્યો અને બીજાએ પુત્રી ગ્રહણ કરી. તેઓ યુવાન થતાં કર્મને લગ્નની ગાંઠથી પરસ્પર જોડાયાં. એકઠા સેગઠાબાજી રમતાં કુબેરદત્તાએ પોતાના પતિના હાથમાં પેલી મુદ્રા જોઈ. તેથી આ મારો ભાઈ છે ” એમ જાણી તે વિરક્ત થઈ. તેણે સંયમ ગ્રહણ કર્યું. અનુક્રમે તેને અવધિજ્ઞાન પ્રાપ્ત થયું. એવે સમયે કુબેરદત્ત કાર્ય અર્થે મથુરાએ ગયે ત્યાં કુબેરસેના વેશ્યા જે તેની માતા હતી તેની સાથે લપટા. તેમને પુત્ર પ્રાપ્તિ થઈ. કુબેરદત્તા સાધ્વીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે–આ માટે અનર્થ થાય છે.” તેથી તેમને પ્રતિબંધ પમાડવાને માટે તે ત્યાં આવ્યા. તે કુબેરસેનાને ઘરે જ રહ્યા. ત્યાં રુદન કરતા પેલા બાળક પાસે આવીને કહેવા લાગ્યા કે—-“હે બાળક ! તું કેમ રુવે છે? મૌન ગ્રહણ કર. તું મને વહાલે છે. તારી સાથે મારે છ સંબંધ છે. (૧) તું મારો પુત્ર છે, (૨) તું મારા ભાઈને પુત્ર છે, (૩) તું મારો ભાઈ છે, (૪) તું મારો દીઅર છે, (૫) તું મારો કાકો છે, અને (૬) તું મારો પૌત્ર છે; અને હે વત્સ ! તારા પિતા સાથે પણ મારે છ સંબંધ છે. (૧) તે મારો પતિ છે, (૨) મારો પિતા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org