________________
૧૧૨
ઉપદેશમાળા સોનામહેર કરીયાવરમાં લાવી હતી, આઠ કોડ સોનામહોર આઠ કન્યાના સાળપક્ષ તરફથી આવી હતી અને એક કોડ બૂકુમારના મોસાળ પક્ષ તરફથી આવી હતી. એ પ્રમાણે એકાશી ક્રોડ સોનામહોર આવેલી હતી. અને અઢાર કોડ સોનામહોર પોતાના ઘરમાં હતી. આ પ્રમાણે જંબૂ કુમાર નવાણું ક્રેડ સેનામહારના અધિપતિ થયા હતા.
હવે જંબૂકુમાર રાત્રિએ રંગશાલા (શયનગૃહ) માં સ્ત્રીઓ સાથે બેઠા છે, પણ તે તેમને રાગવાળી દૃષ્ટિએ જોતા પણ નથી, તેમ વચનથી પણ સંતોષ આપતા નથી. સ્ત્રીઓએ તેને પ્રેમમય વચનથી ચલિત કરવા માટે ઘણે પ્રયત્ન કર્યો પણ તે ચલિત થયા નહિ. તે સમયે પ્રભવ નામને ચાર પાંચસે ચોરોથી પરિવૃત થઈ જંબૂ કુમારના ઘરમાં આવ્યો, તેમણે કોડ નામહેર લઈ તેની ગાંસડીઓ બાંધી અને મસ્તક પર મૂકીને નીકળવા લાગ્યા, તે અવસરે જંબૂ કુમારે સ્મરણ કરેલા પંચપરમેષ્ઠી નમસ્કાર મંત્રના માહામ્યથી તે સર્વે ભીંત ઉપર કાઢેલ ચિત્રની પેઠે સ્થિર થઈ ગયા ત્યારે પ્રભવે કહ્યું કે “હે જંબૂ કુમાર ! તું જીવદયાપાલક છે, અભયદાનથી વધારે દુનિયામાં બીજું કઈ પણ પુણ્ય નથી, અમે જે અહીં પડાયું પ્રાત:કાળે કેણિક રાજા અમને સર્વને મારી નાંખશે. માટે અમને છેડી દે, અને મારી પાસે તાલ ઘાટિની (તાળું ઉઘાડનારી) અને અવસ્થાપિની (નિદ્રિત કરનારી) નામની બે વિદ્યા છે તે તું લે અને તારી તંભિનિ વિદ્યા મને આપ’ જંબૂ કુમારે કહ્યું કે-“મારી પાસે તો ધર્મકલા નામની એક મોટી વિદ્યા છે. તે સિવાયની બીજી બધી વિદ્યાઓ કુવિદ્યા છે. હું તે તૃણની માફક આ સર્વ ભેગોને ત્યાગ કરીને પ્રાતઃકાળમાં દિક્ષા ગ્રહણ કરવાને છું. આ ભેગો મધુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું કે-“મને મધુબિંદુ પુરુષનું દષ્ટાંત કહે.” એટલે જંબૂકુમાર કહેવા લાગ્યા કે-સાંભળ!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org