________________
ઉપદેશમાળા
૧૧૧ સુધમાં સ્વામીએ કહ્યું કે હે દેવાનુપ્રિય! પ્રમાદ કર નહિ. ” એ પ્રમાણે ગુરુનું વચન સાંભળી તે માતાપિતાની આજ્ઞા લેવા માટે ઘેર આવતાં રાજમાર્ગમાં આવ્યું. ત્યાં ઘણા રાજકુમાર હથિયારોને અભ્યાસ કરે છે. ત્યાંથી એક લોઢાને ગોળો જંબૂકુમાર પાસે આવીને પડ્યો. જ બૂકુમારે વિચાર્યું કે-“જે મને આ ગેળો લાગ્યા હતા તે હુ મનવાંછિત કેવી રીતે કરી શકત?” એ પ્રમાણે વિચારી પાછા વળી ગુરુ પાસે આવી તેણે લઘુ દીક્ષા ગ્રહણ કરી, પછી ઘેર આવ્યા, અને માતાપિતાના ચરણમાં પડીને કહેવા લાગ્યા કે “હું દીક્ષા લઈશ, આ સંસાર અનિત્ય છે, આ બાહ્ય કુટુંબ પરિવારથી શું લાભ છે? હું તે અંતરંગ કુટુંબમાં અનુરક્ત થયેલ છું, તેથી હું ઉદાસીન પણારૂપી ઘરની અંદર વાસ કરીશ અને વિરતિરૂપી માતાની સેવા કરીશ, યોગાભ્યાસરૂપી પિતા, સમતારૂપી ધાવમાતા, નિરાગતારૂપી પ્રિય બહેન, વિનય રૂપી અનુયાયી વધુ, વિવેકરૂપી પુત્ર, સુમતિરૂપી પ્રાણુપ્રિયા. જ્ઞાનરૂપી અમૃતભેજન અને સમ્યક્ત્વરૂપી અક્ષય ભંડાર– આ કુટુંબમાં મારો પ્રેમ છે. તારૂપી અશ્વ ઉપર સ્વારી કરી, ભાવનારૂપી કવચને ધારણ કરી, અભયદાન આદિ ઉમરા સહિત સંતેષરૂપી સેનાપતિને અગ્રેસર કરી, સંયમના નાના પ્રકારના ગુણરૂપી સેનાને સજજ કરી, ક્ષપકશ્રેણિરૂપી ગજઘટાથી પરિવૃત થઈ, ગુરુની આજ્ઞારૂપી શિરસ્ત્રાણ ધારણ કરી, ધર્મધ્યાન રૂપી ખગવડે મહા દુઃખ દેનારી એવી અંતરંગ મેહરાજાની સેનાને હણ શ.” આ પ્રમાણેનાં પુત્રના વચન સાંભળીને માતાપિતા બેલ્યાં કે–“હે પુત્ર! એક વખત આઠ કન્યાઓને પણ અમારા મનોરથ પૂર્ણ કરી પછી વ્રત ગ્રહણ કર.” એ પ્રમાણેનાં પિતાનાં વચનથી તેણે આઠે કન્યાઓની સાથે પાણિગ્રહણ કર્યું, પરંતુ તે મનથી તદ્દન નિર્વિકારી હતું. એક એક કન્યા નવ નવ કોડ
૧. યુદ્ધ કરવા જતાં મસ્તકના રક્ષણ માટે માથા પર મૂકે છે તે લેહનો ટોપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org