________________
ઉપદેશમાળા કરી કોઈ પર્વત ઉપરથી ઝંપાપાત કરવાને તેઓ ચાલ્યા અને કેઈ પર્વત ઉપર ચઢી બંને હાથે તાલી દઈ તેઓ જેવા પડવાને તત્પર થયા તેવા જ નજીકની ગુફામાં તપ કરતા કેઈ સાધુએ તેમને જોયા. એટલે તે સાધુ બેલ્યા કે- “અરે તમે પડશે નહિ.” એ પ્રમાણે તેઓએ સાધુનું વાક્ય ત્રણવાર સાંભળીને પડવામાં વિલંબ કર્યો અને આસપાસ જેવા લાગ્યા કે “આપણને પડતાં કેણ વારે છે ?” તેટલામાં ગુફાની અંદર તપ કરતા કોઈ મુનિને જોઈને તેઓ ત્યાં ગયા. મુનિએ પૂછયું કે તમારે દુઃખનું શું કારણ છે?” તેઓએ સવ બીના નિવેદન કરી. એટલે સાધુ બેલ્યા કે– કુળથી શી સિદ્ધિ છે? અને આવી રીતે અજ્ઞાનપણે મરવાથી પણ શું કામ છે ? માટે તમે જિનેશ્વર ભગવાને કહેલો ધર્મ આચરો કે જેથી આ લેકમાં તેમજ પરલોકમાં તમારા કાર્યની સિદ્ધિ થાય.” એ પ્રમાણેના સાધુના વાક્યથી તેઓને વૈરાગ્ય ઉત્પન્ન થયે, એટલે તરત જ તેમણે દીક્ષા ગ્રહણ કરી અને નિરતિચારપણે અતિ દુષ્કર તપ કરવા લાગ્યા.
અન્યદા એક ગામથી બીજે ગામ વિહાર કરતાં તે બંને મુનિ હસ્તીનાપુરના ઉદ્યાનમાં આવ્યા બંને મુનિ માસક્ષમણ કરતા હતા તેથી માસક્ષપણને પારણે સંભૂતિ મુનિ અ હાર લેવા નિમિત્ત ગજપુરમાં ગયા. ત્યાં ભિક્ષા અર્થે નાના મોટા કુળમાં ફરતા તે મુનિને નમુચિ પ્રધાને જોયા. “અરે ! આ તે સંભૂતિ નામને ચાંડાલપુત્ર જણાય છે. તે અહીં ક્યાંથી આવે? માટે તે મારું ચરિત્ર રખેને રાજાને કહી દે.” એમ વિચારી નોકર પાસે ગરદન પકડાવી તિરસ્કાર કરીને તેને શહેરની બહાર કાઢી મૂક્યા. સંભૂતિ મુનિએ વિચાર્યું કે–અરે ! આ દુષ્ટ નમુથિએ શું કર્યું ! અમે તેને મરણથી બચાવ્યો છે છતાં પણ તેને લાજ ન આવી, તે હવે હું તેને બાળી નાંખું.” પછી તે મુનિ દીપાયમાન થયેલા ક્રોધ રૂપી અસિવડે તેના પર તેને વેશ્યા મૂકવા ઉઘુક્ત થયા. મુખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org