________________
૧૨
ઉપદેશમાળ આભૂષણો પહેરીને સર્વ સ્ત્રીઓ પોતાના હસ્તમાં આદર્શ (કાચ) લઈ પોતાના રૂપને જોવા લાગી; અને હસવું, રમવું. ગીત-ગાન કરવાં ઇત્યાદિ ક્રિડા પરસ્પર કરવા લાગી. તેઓ અન્ય કહેવા લાગી કે-“આપણામાંથી જેને વારે હોય છે તેને જ આપણે સ્વામી તે આભૂષણ વિગેરેથી સુશોભિત કરે છે, બીજી સ્ત્રીઓને શણગાર પણ કરવા દેતું નથી, તે હવે આપણે આજે તે મરજી મુજબ ક્રીડા કરવી જોઈએ.” એવામાં તેની પિતાને ઘેર આવ્યો, તેણે પોતાની સ્ત્રીઓની પૂર્વોક્ત ચેષ્ટા જેઈ; એટલે તેમાંથી એક ને પકડીને મર્મસ્થાનમાં માર માર્યો, જેથી તે મૃત્યુવશ થઈ ગઈ. ત્યારે બીજી રીઓએ વિચાર્યું કે “આણે એકને મારી નાંખી તેમ બીજીઓને પણ મારી નાંખશે માટે એને જ મારી નાંખો જોઈએ.’ એ પ્રમાણે વિચાર કરી, તે સઘળી સ્ત્રીઓએ એક વખતે પિતપોતાના હાથમાં રહેલાં દર્પણ તેના તરફ ફેંકયાં. તે દર્પણના પ્રહારથી સની મૃત્યુ પામ્યો. પાછળ સ્ત્રીઓ લોકેના અપવાદથી ભય પામીને બળી મુઈ તેઓ બધી મરણ પામીને એક પાળમાં ચાર થઈ. જે સ્ત્રી પ્રથમ મૃત્યુ પામી હતી તે કઈ એક ગામમાં કોઈ વ્યાપારીને ઘેર પુત્ર તરીકે ઉત્પન્ન થઈ અને સોનીને જીવ તે શ્રેણીને ઘરે પુત્રીપણે ઉત્પન્ન થયો. તેણે પૂર્વભવમાં અતિ વિષય સેવ્યું હતું તેથી તે જન્મ પામતાં જ અતિ કામાતુર થઈ રુદન કરતી હતી. એકદા તેના ભાઈને હસ્ત તેની યોનિને લાગ્યો, એટલે તે રાતી બંધ થઈ ગઈ. આ પ્રમાણે તેને છાની રાખવાને ઉપાય હાથ લાગવાથી જ્યારે તે એ ત્યારે તેને ભાઈ દરરોજ એ પ્રમાણે કરે એટલે તે રોતી બંધ થઈ જાય. એક વખત તેના પિતાએ તેને એ પ્રમાણે કરતો જોયે તેથી તેણે તેને વાર્યો છતાં પણ તે અટકે નહિ ત્યારે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. તે ચારપલીમાં જઈ પેલા પાંચસે એને સ્વામી થયા. એક દિવસ તે સવ પારાએ એકઠા થઈ કઈ ગામમાં ધાડ પાડી. ત્યાંથી બીજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org