________________
૯૨
ઉપદેશમાળા કર્યું. આ તે વધ કરવાને જ લાયક છે. આ પ્રમાણે વિચારીને તેણે તેને મારી નાંખવા માટે બહાર કાઢવો. તે વખતે ચિત્રસંભૂતિએ વિચાર્યું કે-આપણે પિતા આપણું નજર આગળ આપણે વિદ્યાગુરુને હણે એ મોટો અનર્થ થાય છે. પછી તેના રક્ષણના ઉપાય મનમાં વિચારીને તેઓએ પોતાના પિતાને કહ્યું કે-“હે પિતાજી! આ પાપી મહાદુરાચારી છે, એ હણવા લાયક જ છે. રક્ષણ કરવા લાયક નથી. તેથી અમને તમે હુકમ આપો કે અમે તેને સમશાનભૂમિમાં લઈ જઈને મારી નાંખીએ.” ચાંડાલે તેમને આજ્ઞા આપી, એટલે તેઓ તેને લઈને રાત્રિના વખતે નીકળ્યા. પછી દૂર જઈને તેઓએ તેને એકાંતમાં કહ્યું કે—“તમે અમારા વિદ્યાગુરુ છો તેથી અમે તમને છોડી દઈએ છીએ, માટે તમે આ ગામ છોડી દૂર ચાલ્યા જાઓ.” એ ઉપરથી નમુચિ ત્યાંથી નીકળી ગયા. અનુક્રમે તે હસ્તીનાપુર આવ્યા અને સનત્કુમારને સેવક થઈને રહ્યો.
અહીં ચિત્ર અને સંભૂતિ નામના તે બંને ભાઈ ઓ સંગીતકલામાં ઘણું કુશલ થયા હતા, તેથી હાથમાં વીણું લઈને નગરના ચેકમાં સંગીત કરવા લાગ્યા. ત્યાં તેમના રાગથી મેહિત થઈને ઘણું લોકો આવતા હતા. જેઓ સૂર્યને પણ જોઈ શકતી નહોતી એવી યુવતીઓ પણ તેમના રાગથી માહિત થઈ લજજા છોડીને સાંભળવાને માટે ત્યાં આવતી હતી. કેટલીક સ્ત્રીએ તે અર્ધ શંગાર કર્યો છે અને અર્ધ બાકીમાં છે એવી સ્થિતિમાં ત્યાં આવતી હતી, તેમાં કેટલીકે અળતાંથી એક જ પગ રંગે હતું, કેટલીક સ્ત્રીઓએ એક જ આંખ આંજી હતી અને કેટલીક સ્ત્રઓનાં માથા ઉપરનાં કપડાં પવનથી ઉડી ગયાં હતાં, કેટલીક સ્ત્રીઓએ એક જ સ્તન ઉપર કાંચળી પહેરી હતી. કેટલીક સ્ત્રીઓ અન્ય સ્ત્રીઓનાં બાળકને પિતાનાં છે એવી બુદ્ધિથી ઉપાડીને આવી હતી, કેટલીક સ્ત્રીએ પોતાના ભર્તાર પાસે કાંઈ બહાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org