________________
ઉપદેશમાળા
૭૩
ભાઈ આનાં રાજ્યા જઈ લીધાં અને તેઓએ તે બીકણપણાને લીધે લેાકાપવાદથી ડરી રાજ્ય ત્યજીને સયમ ગ્રહણ કર્યું, પરંતુ હુ' તે તેને નહિ સહન કરું મારા ભુજપ્રહાર કેવળ ભરત જ સહન કરશે, પણ તે સહન કરવા માટે અન્ય કાઈ આવશે નહિ, માટે તું જા. ક્રુત હૈ।વાથી તું અવષ્ય છે, તેથી મારી દૃષ્ટિથી તત્કાળ દૂર થા.”
આ પ્રમાણે ક્રોધથી લાલચેાળ નેત્રવાળુ' સૂર્યમંડળની માફક ઉદ્દીપ્ત થયેલું તેનુ મુખ જોઈને સુવેગ ભય પામી ધીમે ધીમે ત્યાંથી બહાર નીકળ્યે અને પાછેા વળી માનભગ થઈ રથમાં એસી અયેાધ્યા તરફ ચાલ્યેા. માગ માં બહુદી દેશને નિહાળતાં તેણે આ પ્રમાણે લેાકેાનાં વાકથો સાંભળ્યાં—“ અરે! ભરત કાણુ છે કે જે અમારા સ્વામીની સાથે યુદ્ધ કરવાને ઇચ્છે છે? પરંતુ તેના જેવા કાઈ મૂખ જણાતા નથી કે જેણે સુતેલા સિંહને જગાડયો છે ?” એ પ્રમાણે લેાકેાનાં વાકથો સાંભળી સુવેગ વિસ્મિત થઈ ને વિચારવા લાગ્યું કે- અહા! આ દેશના લેાકેા પણ આટલુ મધુ શૌય ધરાવે છે! પરંતુ તે તેમના સ્વામીના જ પ્રભાવ છે, તેઓના પ્રભાવ નથી, પણ ભરતે આ શું કર્યું.? તેણે ઠીક ન કર્યું, અયેાગ્ય કર્યું..'' એ પ્રમાણે વિચાર કરતા અને લેાકેાને ભય પમાડતા સુવેગ કેટલેક દિવસે અયેાધ્યા નગરીએ પહોંચ્યા.
તેણે સભામાં જઈને સર્વ હકીકત ભરત ચક્રીને નિવેદન કરી. છેવટે તેણે કહ્યું કે-- એ તમારા નાના ભાઈ તમને તૃણુવત્ ગણે છે, વધારે શું કહું...!' એવા દુતના શબ્દો સાંભળીને સૈન્ય સહિત ભરત ચક્રીએ તે તરફ પ્રયાણ કર્યું. ભરતની માટી સેના ચાલી, તેથી દિગ્મેડલ પણ ધ્રુજવા લાગ્યું. તેના સૈન્યનુ સ્વરૂપ નીચે પ્રમાણે
દિચક્ર ચલિત` ભયાનિધાતા મહાવ્યાકુલા । પાતાલે ચિકતા ભુજંગમપતિઃ ક્ષેણિધરાઃ કપિતાઃ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org