________________
ઉપદેશમાળા જે સ્ત્રીનું હું હમેશાં ચિતવન કરું છું તે મારાથી વિમુખ . રહે છે અને તે અન્ય પુરુષને ઈચ્છે છે, તે પુરુષ બીજી સ્ત્રીમાં આસક્ત થયેલો છે, અને તે બીજી કોઈ સ્ત્રી મને ચાહે છે; માટે તે (રાણું)ને ધિક્કાર છે, તેના કારને ધિક્કાર છે, મદનને ધિકાર છે અને મને પણ ધિક્કાર છે.”
એ પ્રમાણે ઘણા દિવસો જતાં તેનું પાપ કઢની માફક કુટી નીકળ્યું. રાજાએ તે વાત જાણ, એટલે તે મનમાં વિચાર કરવા લાગ્યા કે-“આ પાપાત્મા પ્રધાન દુષ્ટ છે કે જેણે આવું નીચ કામ કર્યું; એણે પિતાને હાથે જ મૃત્યુ માગી લીધું છે. એ જે કે બુદ્ધિમાન છે છતાં પણ નીચ હોવાથી ઉપેક્ષા કરવા
છે.” કહ્યું છે કેલૂણહ ધુણહ કુમાણસહ, એ ત્રિહું ઈકિક સહાઓ જિહાં જિહાં કરે નિવાસડે, તિહાં તિહાં ફેડે દૃાઓ
ભાવાર્થ-“લુણે, ઘણે ને કુમાણસ એ ત્રણે એક સરખા સ્વભાવવાળા હોય છે. તે જ્યાં જ્યાં નિવાસ કરે છે ત્યાં ત્યાં રહેવાનાં સ્થાનકને જ નાશ કરે છે. ” લુણે ભીંત વિગેરેને પાયમાલ કરે છે; ઘુણે લાકડામાં થાય છે તે તેને કેતરી નાખે છે, અને ખરાબ માણસને જે આશ્રય આપે તેને જ તે પાયમાલ કરે છે. તેથી આ પ્રધાન વધ્ય છે” એમ વિચારી ચંડાલને બોલાવીને કહ્યું કે–એને વધ્યભૂમિમાં લઈ જઈને મારી નાખે. રાજાની આજ્ઞા થતાં ચંડાલ નમુચિને વધભૂમિએ લઈ ગયો. તે ચંડાલે વિચાર કર્યો કે “અરે! કઈ માઠા કર્મને વેગથી આ કામ થયેલું છે. વિનાશકાલે બુદ્ધિમાન પુરુષની બુદ્ધિ પણ નાશ પામે છે. કહ્યું છે કે – ન નિમિતા કેન ન દષ્ટપૂર્વા, ન ચૂયતે હેમમયી દૂરંગી તથાપિ તૃષ્ણ રઘુનંદનય, વિનાશકાળે વિપરીત બુદ્ધિ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org