________________
ઉપદેશમાળા આપ્યું છે. પછી તે સાધુએ તેઓને સરલ સ્વભાવવાળા જોઈને દેશના આપી. ને દેશના સાંભળીને તે ચારે વૈરાગ્યને પ્રાપ્ત થયા, અને તરત જ ચારે જણાએ દીક્ષા લીધી અને સમ્યકત્વ મેળવ્યું. તે સાધુએ તેઓને સાથે લઈને અન્યત્ર વિહાર કર્યો. - હવે તે ચારે જણા ચારિત્ર પાળે છે, પણ તેમાં બે જણે ચારિત્રની અવજ્ઞા કરે છે કે-આ સાધનો વેષ તે સારો છે, પણ સ્નાનાદિ વિના શરીરની શુદ્ધિ કેવી રીતે થાય? મેલાં વસ્ત્ર પહેરવાં, દાંત સાફ ન રાખવાં ઈત્યાદિ મહા કષ્ટ છે. એ પ્રમાણે વિચારણા કરવાથી તે બે મુનિએ ચારિત્રની વિરાધના કરી અને બે જણાએ નિર્દોષ ચારિત્ર પાળ્યું. તે બંને જણાએ તે તે જ ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મેક્ષસુખ મેળવ્યું.
જે બંનેએ ચારિત્રની વિરાધના કરી હતી તેઓ અંત સમયે તે પાપને આળવ્યા સિવાય મૃત્યુ પામીને સ્વર્ગે ગયા. તેઓ લાંબા વખત સુધી દેવ સંબંધી સુખ ભોગવી ત્યાંથી ચવીને સાધુવેષની નિંદા કરવાથી દશાણું દેશમાં કેઈ એક બ્રાહ્મણના ઘરમાં કામ કરનારી દાસી હતી તેની કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. અનુક્રમે તેઓ યુવાવસ્થા પામ્યા અને ઘરનું કામકાજ કરવા લાગ્યા.
એક દિવસે વર્ષતુમાં ક્ષેત્રની રક્ષા કરવા માટે તે બંને ભાઈએ ગયા. મધ્યાન્હ સમયે તે બેમાંને એક જણ ક્ષેત્ર સમીપે આવેલા વડના ઝાડ નીચે શીતલ છાયામાં સુતેલે છે તેવામાં તે વડના પોલાણમાંથી એક સર્ષ નીકળે, અને તે સુતેલાને પગે કર્યો. તે વખતે દેવગથી બીજો ભાઈ પણ ત્યાં આવ્યો. તેણે સપને જે, એટલે તેણે સપને ગાળ દીધી કે-“અરે દુરાત્મન્ ! મારા ભાઈને હણુને તું ક્યાં જાય છે?” એવાં તેનાં વચન સાંભળીને કોધિત થયેલા સર્વે કુદીને તેને પણ કરવો. બંને ભાઈઓ મૃત્યુ પામ્યા. બીજા ભવમાં કાલિંજર પર્વતની અંદર હરિણીની કુક્ષિમાં તેઓ મૃગપણે ઉત્પન્ન થયા. તેઓ પરસ્પર અતિ સનેહયુક્ત
ગયા.
એ
ભાગી
માં કામ કરતા કરવાથી દશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org