________________
ઉપદેશમાળા અને ઉદાયિ નૃપને મારનાર બાર વર્ષ પર્યત તપ તપે-મુનિપણે રહ્યો પણ ભવ્યત્વ પામે નહિ” ૩૧
બ્રહ્મહત્ત ચકીને તેને પૂર્વભવના ભાઈમુનિએ ઘણી રીતે ઉપદેશ આપ્યો પણ કિંચિત્ માત્ર બેધ લાગે નહિ તેનું તથા ઉદાયિ નૃપમારકનું દષ્ટાંત અહીં જાણવું. ૭-૮. તે આ પ્રમાણે–
બ્રહ્મદત્ત ચક્રીની કથા પ્રથમ બ્રહ્મદત્તના ભવના કારણભૂત ચિત્રસંભૂતિ મુનિનું (બ્રહ્મદત્તના પૂર્વભવનું) સ્વરૂપ આ પ્રમાણે છે–
પૂર્વભવમાં કેઈએક ગામમાં ભદ્રિક પરિણામી ચાર ગોવાળીઆ હતા. એક દિવસ તે ચારે ગોવાળીઆઓ ગ્રીષ્મ ઋતુમાં ગાય ચારવાને માટે વનમાં ગયા. મધ્યાન્હ સમયે તે ચારે જણા એકઠા થઈને વાત કરવા બેઠા; એવામાં માર્ગથી ભૂલા પડેલા, જેને તે વનમાં માર્ગ જડતું નથી, જેનું ગળું અતિ તીવ્ર તૃષાથી રૂંધાઈ ગયું છે અને જેનું તાલુપુટ સુકાઈ ગયું છે એવા કઈ એક સાધુને વૃક્ષની છાયામાં બેઠેલા તેઓએ જોયા; એટલે તેઓએ વિચાર્યું કે-“આ કેણ હશે? પછી તે ચારે જણ મુનિની સમીપે આવ્યા. ત્યાં તૃષાતુર થવાથી અતિ પીડા પામતા અને જેના પ્રાણ કંઠગત થયેલા છે એવા તે મુનિને જોઈને મનમાં વિચાર કરવા લાગ્યા કે “અરે આ મુનિ જગમતીર્થ જેવા જણાય છે, પણ તે પાણી વિના મૃત્યુ પામશે; તેથી જે કઈ જગ્યાએથી પાણી લાવીને તેમને આપીએ તે મોટું પુણ્ય થાય. આમ વિચારી પાણીને માટે તેઓએ આખા વનમાં શોધ કરી પણ મળ્યું નહિ. ત્યારે તેઓ એકઠા થઈ ગાય દહી દૂધ લઈને સાધુ સમીપે આવ્યા. સાધુના મુખમાં દૂધનાં ટીપાં મૂકીને તેમને સાવધાન કર્યા. સાધુ સચેતન થયા એટલે મનમાં વિચાર કરવા લાગ્યા કે–“આ લોકોએ મારા ઉપર મોટે ઉપકાર કર્યો છે, કેમકે તેઓએ મને જીવિતદાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org