________________
ઉપદેશમાળા
૭૭ અત્રે શા માટે આવ્યો છે? અતૃપ્ત એવા તેને લજજા નથી. તે સર્વે બંધુઓનાં રાજ્ય ગ્રહણ કરીને હવે મારું રાજ્ય લેવા આવ્યું છે, પરંતુ તે જાણતા નથી કે સર્વ દરોની અંદર કાંઈ ઉંદરે હેતા નથી, માટે હું પાછો હઠનાર નથી; કારણ કે માનહાનિ કરતાં પ્રાણહાનિ વધારે સારી છે, કહ્યું છે કે –
અધમ ધનમિચ્છતિ, ધાનમાન ચ મધ્યમાં ઉત્તમ માનમિર્ઝતિ, માને હિ મહતાં ધનમ્ છે.
અધમ લોકો ધનને ઈચ્છે છે, મધ્યમ લોકો માન અને ધનને ઇરછે છે, ઉત્તમ લોકે માનને જ ઇરછે છે, કારણ કે માન એ મોટાઓનું ધન છે.” વળી
વાં પ્રાણપરિત્યાગે, મા માનપરિખંડનમ્ મૃત્યુતિક્ષણિકા પીડા, માનખેડે દિને દિને છે
પ્રાણ ત્યાગ કર એ વધારે સારે છે, પણ માનખંડન સારું નથી. કારણ કે મૃત્યુ તે જ ક્ષણે માત્ર પીડા આપે છે, પણ માનખંડ તે દરરોજ પીડા કરે છે.”
એ પ્રમાણે બાહુબલિનું નિશ્ચયવાળું વચન સાંભળીને ઈંદ્ર કહ્યું કે-“જે એવો જ નિશ્ચય હોય તો તમારે બંને ભાઈઓએ જ યુદ્ધ કરવું, આ લેકસંહાર શા માટે કરો છો?” બાહુબલિએ તે વાત કબુલ કરી. પછી ઈંદ્ર પાંચ પ્રકારનાં યુદ્ધ સ્થાપિત કર્યા દષ્ટિયુદ્ધ, વાયુદ્ધ, બાહુયુદ્ધ, મુષ્ટિયુ દ્ધ અને દંડયુદ્ધ. ભરતે પણ એ પ્રમાણે કબુલ કર્યું. પછી બંને ભાઈ એ સૈન્યને યુદ્ધ કરતું બંધ કરીને સામસામા આવ્યા. તે પ્રથમ દષ્ટિયુદ્ધ શરુ કર્યું. પરસ્પર દૃષ્ટિ સાથે દષ્ટિ મળતાં પ્રથમ ભરતચક્રના નેત્રમાં અશ્રુજળ આવી ગયાં. તેથી સાક્ષીભૂત દેવતાઓએ કહ્યું કે-“ચી હાર્યા અને બાહુબલિ જીત્યા” એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org