________________
ઉપદેશમાળા પાંચે યુદ્ધોમાં બાહુબલિ જીત્યા. એટલે વિલા થયેલ ચક્રીએ મર્યાદા મૂકી ચકને છેડયું. ત્યારે બાહુબલિએ કહ્યું કે એ પ્રમાણે ન કરે, પુરુષેએ મર્યાદાને ત્યાગ કરવો એ યોગ્ય નથી” છતાં પણ તેણે બાહુબલિ ઉપર ચક્ર મૂક્યું, એટલે બાહુબલિએ મુષ્ટિ ઉગામીને વિચાર કર્યો કે-“આ મુષ્ટિવડે ચક સહિત ભારતને ચૂર્ણ કરી નાખું.” એટલામાં ચક્ર તે બાહુબલિ પાસે આવી ત્રણ પ્રદક્ષિણા કરીને પાછું વળ્યું. કારણ કે ગેત્રમાં ચક ચાલતું નથી. પછી બાહુબલિએ ચિંતવ્યું કે- આ વા જેવી મુષ્ટિ વડે માટીના વાસણની માફક ભરતને ચૂર્ણ કરી નાખું.' વળી તેણે વિચાર કર્યો કે-અહે! મેં અંશમાત્ર સુખને અર્થે આ બાંધવને નાશ શા માટે ચિંતા ? જેને અંતે નરક પ્રાપ્ત થાય છે એવા રાજ્યને ધિક્કાર છે! વિષયોને ધિક્કાર છે! મારા નાના ભાઈઓને ધન્ય છે કે જેઓએ અનર્થહેતુક રાજ્યને તજી દઈને સંયમ ગ્રહણ કર્યું છે.” આ પ્રમાણે જેના હૃદયમાં વૈરાગ્ય ઉત્પન્ન થયે છે એવા બાહુબલિએ ઉગામેલી મુઠી પિતાના માથા ઉપર પાછી વાળીને પંચમુષ્ટિ લોન્ચ કર્યો, તે વખતે દેવતાએ રજોહરણ વિગેરે સાધુને વેષ તેને અર્પણ કર્યો. બાહુબલિએ સ્વયમેવ ચરિત્ર ગ્રહણ કર્યું.
પછી જેણે સાધુનો વેષ ગ્રહણ કરે છે એવા પિતાના ભાઈને જોઈને ભરત પોતે આચરેલા કર્મથી લજજા પામ્યો એટલે બંને નેત્રમાંથી અશ્રુ વર્ષાવતો વારેવારે તેના ચરણમાં પડ્યો અને બે કે-“તને ધન્ય છે ! મારો અપરાધ ક્ષમા કર અને આ રાજ્યલકમી ગ્રહણ કરવાની કૃપા કર.” બાહુબલિ મુનિએ કહ્યું કે-આ રાજ્યલીલાવિલાસ અનિત્ય છે, યૌવન અનિત્ય છે અને શરીર પણ અનિત્ય છે, તેમજ આ વિષય પરિણામે દુઃખ આપનારા છે.” ઇત્યાદિ ઉપદેશ આપવા વડે ભરતને વૈરાગ્યવાન કરીને બાહુબલિ મુનિ તે જ સ્થાને ધ્યાનમુદ્રાથી ઉભા રહ્યા. તેમણે મનમાં વિચાર ર્યો કે-“હું છસ્થ હોવાથી દિક્ષાએ વડેરા એવા લઘુ બધુઓને
એને કારણે સાધુને વલએ વયમેવ
સ્થાને પાકે ભરતને રામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org