________________
ઉપદેશમાળા ઈદ શરીર પરિણામદુર્બલ, પતત્યવયં શ્લથસંધિજર્જ કિમૌષધે કિલસિ મૂઢમંત, નિરામયં ધર્મસાયનંપિબા
આ શરીર પરિણામે દુર્બલ છે, તેથી તેના સાંધા શિથિલ થવાથી જર્જરીત થઈને તે અવશ્ય પડે છે, માટે હે મૂઢ! હે દુર્મતિ ! તું ઔષધ કરવા વડે શા માટે કલેશ પામે છે. સર્વ રોગથી નિવૃત્ત કરનાર ધર્મ રસાયનનું જ પાન કર.”
વળી– કસ્તૂરી પૃષતાં રદ કરટિનાં કૃત્તિ: પશૂનાં પાયો ધનૂનાં છદમંડલીનિ શિખિનાં રમાયવીનામપિ છે પુચ્છસ્નાયુવશાવિષાણનખરદાદિ કિં કિં ચ નો સ્યાકસ્યાગ્રુપકારિ મત્યંવપુષો ના મુખ્ય કિંચિપુનઃ |
“મૃગેની કસ્તૂરી, હાથીઓના દાંત, પશુઓનું ચર્મ, ગાયનું દુધ, મયૂરનાં પીછા, ઘેટાના વાળ અને અન્ય પશુઓનાં પુચ્છ, સ્નાયુ, ચરબી, શીંગડાં, નખ, સ્વેદ આદિ કાંઈ કાંઈ કેઈને પણ ઉપયોગમાં આવે છે, પરંતુ મનુષ્યના શરીરનું તે કાંઈ પણ ઉપયોગમાં આવતું નથી.” " એ પ્રમાણે વૈરાગ્યપરાયણ થયેલ રાજાએ રાજ્યલક્ષમી તજી દઈને સંયમલક્ષમી ગ્રહણ કરી. જેમ ભુજન કાંચળીનો ત્યાગ કરી પાછું જેતો નથી તેમ તેણે પોતાની પાછળ આવતી સમૃદ્ધિ તરફ દષ્ટિ પણ કરી નહિ. સ્ત્રીરન સુનંદા આદિ પિતાની સ્ત્રીઓના વિલાપ સાંભળતાં છતાં પણ તે જરા પણ ડગ્યો નહિ છ માસ સુધી નિધિ, રત્ન અને સેવકે તેની પાછળ ફર્યા, પરંતુ તેણે તેમના તરફ જોયું પણ નહિ. સનકુમાર મુનિ દીક્ષા લીધા પછી બબે ઉપવાસને અંતે પારણું કરવા લાગ્યા, અને પારણે પણ નવી કે આચાસ્લાદિ (અબિલ આદિ) તપ કરવા લાગ્યા. એ પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org