________________
૭.
ઉપશમાળા તેથી તેને આજ્ઞાવતી કરવો જોઈએ.” ભરત રાજાએ વિચાર્યું કે-“મારા ભયથી મારા સઘળા ભાઈઓએ તે ચારિત્ર ગ્રહણ કર્યું છે, હવે બાહુ રૂપે મારે એક જ ભાઈ રહેલો છે અને તે પણ અનુજ બધું છે તે તેના ઉપર શું કરાય? સુષેણે કહ્યું કે“સ્વામિન્! આ બાબતમાં વિચાર ન કરવો. ગુણહીન ભાઈથી શો લાભ છે? સેનાની છરી કાંઈ પટમાં મરાય નહિ. માટે દૂત મેકલીને તેને અહીં બેલા; પરંતુ હું ધારું છું કે તે કોઈ પણ રીતે અહીં આવશે નહિ,” એવાં સુષેણુનાં વચનથી કેધિત થયેલ ભરતે સુવેગ નામના દૂતને બોલાવીને કહ્યું કે-“તું તક્ષશિલા નગરીમાં મારા નાના ભાઈ બાહુબલિ પાસે જા અને તેને અહીં બોલાવી લાવ.” આ પ્રમાણે ભરતચક્કીનાં વચન સાંભળીને પુષ્પની માફક તેમની આજ્ઞા માથે ચડાવી રથમાં બેસીને પરિવાર સહિત તે ચાલ્યો. માર્ગે જતાં તેને ઘણુ અપશુકન થયાં, પરંતુ તે અપશુકનેએ વાર્યા છતાં સ્વામીની આજ્ઞા પાળવામાં ઉદ્યક્ત થયેલ તે અવિચ્છિન્ન ચાલે. કેટલેક દિવસે તે બહળદેશમાં પહોંચ્યો. ત્યાંના લોકેએ તેને પૂછયું કે-“તું કેણ છે? અને ક્યાં જાય છે?” સુવેગના અનુચરોએ કહ્યું કે-આ સુવેગ નામને ભારત રાજાને - દૂત છે અને તે બાહુબલિને બોલાવવા માટે જાય છે. ત્યારે લોકોએ ફરીથી કહ્યું કે-એ ભરત કેણ છે?” સુવેગના સેવકોએ કહ્યું કે“તે છખંડને ધણું છે, જગતને સ્વામી છે, અને તે લોકોમાં પણ પ્રખ્યાત છે. ત્યારે તે લોકે બેલ્યા કે-“આટલા દિવસ પર્યત તે અમે તેને સાંભળ્યો નથી કે તે ક્યાં રહે છે? અમારા દેશમાં તે સ્ત્રીઓના સ્તનની કંચુકી ઉપર ભરત હોય છે તેને અમે ભારત તરીકે સાંભળીએ છીએ, પરંતુ ભારત રાજા તો કોઈ સાંભળે નથી. અમારો રાજ ક્યાં? અને એ ભરત ક્યાં! અમારા સ્વામીના ભુજ દંડપ્રહારને સહન કરે તે આ દુનિયામાં કોઈ નથી.” આ પ્રમાણે લોકેના મુખથી બાહુબલિના બળને ઉત્કર્ષ સાંભળીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org