________________
وفي
ઉપદેશમાળો માટે હે પુત્રો! તમારે આટલો બધે મેહવિલાસ શે! કેના પુત્રો ? કેમનું રાજ્ય? કોની સ્ત્રી? કેઈ પણ સાથે આવવાનું નથી.” કહ્યું છે કે – દ્રવ્યાણિ તિષ્ઠતિ ગૃહેવુ નાર્યો, વિશ્રામભૂમ સ્વજના શ્મશાને દેહશ્ચિતામાં પરલોકમાગે, કર્માનુગો યાતિ સ એવ જીવા છે
દ્રવ્ય તે ઘરમાં જ પડયું રહે છે, નારી વિશ્રામભૂમિ સુધી આવે છે, સ્વજને સ્મશાન સુધી આવે છે, અને છેવટ દેહ ચિતામાં રહે છે. પછી પરકમાગે તે કર્મ સહિત જીવ જ એકલે જાય છે.”
માટે તમે આ વિનાશી રાજ્ય ત્યજી દ્યો અને અક્ષય એવું મેક્ષરાજ્ય મેળવે.”
આ પ્રમાણેની પ્રભુની દેશના સાંભળીને સઘળાએ દીક્ષા લીધી અને નિર્દોષ ચારિત્ર પાળવા લાગ્યા. દૂતેએ આવીને ભારતને એ હકીકત નિવેદન કરી. એટલે ભરત ચક્રીએ તે ભાઈઓના પુત્રને બેલાવીને સૌ સૌનું રાજ્ય આપ્યું.
હવે ભરત રાજા અધ્યા નગરીમાં આવ્યા છતાં ચક્ર આયુધશાળામાં પ્રવેશ કરતું નથી, તેથી સુષેણ સેનાપતિએ તેમની સમીપે આવીને જણાવ્યું કે “હે સ્વામી! ચક્ર આયુધશાલામાં પ્રવેશ કરતું નથી. ભરતચકીએ પૂછયું કે-“તેનું કારણ છે?” સુષેણ સેનાપતિએ કહ્યું કે-“સ્વામિન્ ! હજુ પણ કેઈ શત્રુ રહ્યો હોય તેમ જણાય છે. ચક્રીએ કહ્યું કે –“આ છખંડમાં તો મારા માથા ઉપર કોઈ શત્રુ નથી. ત્યારે સુષેણે કહ્યું કે “આપને નાને ભાઈ બાહુબલિ આપની આજ્ઞા માનતો નથી. નાનો ભાઈ છતાં પણ જે મોટા ભાઈની આજ્ઞા માને નહિ તો તેને શત્રુ જ સમજ. જેની આજ્ઞા પોતાના ઘરમાં પણ ચાલતી નથી તે સ્વામી શેને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org