________________
ઉપદેશમાળા “એટલા માટે બલાત્કારથી પણ તે આપણું રાજ્ય ગ્રહણ કરશે અને આપણે એની સેવા કરવી પડશે, માટે તેની સેવા કરવી કે નહિ?” આ પ્રકારના વિચારને અંતે તેની સેવા કરવી નહિ એવું દરેક ભાઈએ કબુલ કર્યું–મુકરર કર્યું. પછી સઘળા ભાઈએ શ્રીઝષભસ્વામી પાસે પોતાને વૃત્તાંત નિવેદન કરવા ગયા. પ્રભુને વંદન કરી હાથ જોડીને વિજ્ઞાપના કરી કે-“હે પ્રભુ! ભરત મત્ત થયો છે અને તે અમારું રાજ્ય ગ્રહણ કરવાને ઉદ્યક્ત છે, માટે અમારે ક્યાં જવું? અમે તો આપે આપેલા એક એક દેશના રાજ્યથી પણ સંતુષ્ટ છીએ; અને ભરત તે છ ખંડનું રાજ્ય મળ્યા છતાં પણ સંતુષ્ટ થતું નથી.” એવાં તેમનાં વચન સાંભળીને પ્રભુ બેલ્યા કે-“હે પુત્રે ! પરિણામે નરકગતિને આપનારી એ રાજ્યલક્ષમીથી શું વિશેષ છે? આ જીવે અનંતીવાર રાજ્યલક્ષમી અનુભવેલી છે, પણ આ જીવ તૃપ્ત થયેલ નથી. આ રાજ્યલીલાને વિલાસ સ્વપ્ન તુલ્ય છે” કહ્યું છે કે સ્વપ્ન યથાયં પુરુષઃ પ્રયાતિ, દદાતિ ગૃહુણાતિ કરોતિ વક્તિ નિદ્રાક્ષ તન કિંચિદસ્તિ સર્વ તથેદં હિ વિચાર્યમાણમાં
“આ પુરુષ (જીવ) જેમ સ્વપ્નને વિષે પ્રયાણ કરે છે, આપે છે, ગ્રહણ કરે છે, કાંઈ કાર્ય કાંઈ કરે છે અથવા બોલે છે, પણ નિદ્રાને ક્ષય થતાં જેમ તેમાંનું હોતું નથી તેમ વિચાર કરતાં આ સઘળું-સંસારી પદાર્થ માત્ર તેવા જ છે.”
વળી– સંપદે જલતરંગવિલોલા, યૌવનં ત્રિચતુરાણિ દિનાનિ શારદાબ્રમિવ ચંચલમાયુ, કિ ધનઃ કુત ધર્મમનિંધમ્ |
સંપત્તિઓ જલનાં તરંગ જેવી ચપળ છે, યૌવન ત્રણ ચાર દિવસનું જ છે અને આયુષ્ય શરદ ઋતુના મેઘની પેઠે ચલિત છે, તે ધનથી શું વિશેષ છે? સ્તુત્ય એ ધર્મ જ કરે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org